ભુજ-પાલીતાણા બસ શરૂ થતાં ધારાસભ્યના હસ્તે લીલીઝંડી અપાઇ
ભુજ - કચ્છઉદય : ભુજ-પાલીતાણા અને ભુજ - શંખેશ્વર વચ્ચે સ્લીપર કોચ એસટી બસ શરૂ કરવા જૈન સમાજની લાંબા સમયની માંગણી સંતોષાઇ છે. ભુજ-પાલીતાણા સ્લીપર કોચ બસને ભુજ વિસ્તારનાં ધારાસભ્ય કેશુભાઇ પટેલે નાળિયેર વધેરી, લીલીઝંડી આપી સ્ટાર્ટ આપ્યો હતો. આ સેવા શરૂ થતાં જૈન સમાજમાં આનંદની લાગણી પ્રસરી હતી. વિભાગીય નિયામક એન.એસ.પટેલ, પરિવહન અધિકારી વિપુલભાઇ ચૌધરી, ભુજ ડેપોમેનેજર એ.એ.સરસીયા, ઇન્સપેકટર વનરાજસિંહ પી. જાડેજાને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું બહુમાન કરી જૈન સમાજ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઇ ઠક્કર, મહામંત્રી જીગરભાઇ શાહ, પૂર્વ મહામંત્રી શીતલ શાહ, પૂર્વનગર સેવક ધીરેન લાલન, ભુજ સાત સંઘ અધ્યક્ષ સ્મીતભાઇ ઝવેરી, અચલગચ્છ જૈન સંઘ ભુજનાં પ્રમુખ મહેન્દ્રભાઇ ડી. શાહ, જીતુભાઇ ઝવેરી, દીપક રાજા, પ્રબોધ મુનવર, નીલેશ મહેતા, વાડીલાલ દોશી, નીરવ શાહ, રાજન મહેતા, કેયુર મહેતા, હર્ષ શાહ, ભાવિન શાહ તથા સમાજના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બંને બસોનો લાભ લેવા જૈન સમાજને અનુરોધ કરવામાં આવ્યો હતો. ભુજ પાલીતાણા સ્લીપર કોચ એસ.ટી.બસ ભુજથી દરરોજ સાંજે ૪-૪૫ કલાકે ઉપડશે. ભુજથી શંખેશ્વર એસટી સ્લીપર કોચ બસ તા. ૧-૪ થી શરૂ થશે. જે ભુજથી સાંજે ૬-૩૦ કલાકે ઉપડશે.
-----

Comments