આવતીકાલે યોગસાધકના નિર્જળા નવરાત્ર ઉપવાસના પારણાં કરાવાશે
ભુજ - કચ્છઉદય : જાણીતા યોગ સાધક અને પાવરલિફ્ટિંગમાં વિશ્વ વિજેતા નિખિલ મહેશ્વરીએ વર્ષોથી નિર્જળા નવરાત્ર ઉપવાસ રાખી તેના આશ્ચર્ય જનક પરિમાણો બતાવ્યા છે. આ વખતની નવરાત્રિ ૨૭ માર્ચના પૂરી થતી હોવાથી એજ દિવસે સાંજે ૬ કલાકે આર્ષ અધ્યયન કેન્દ્ર, શેરી નં.૯ ઓધવબાગ-૨ ખાતે પત્રકાર પરિષદમાં સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી પારણા કરાવશે, જેમાં નિખિલભાઈ નિર્જળા ઉપવાસના લાભાલાભ જણાવશે, જેમાં કેન્સર સહિતના રોગો મટી ગયા હોવાના પ્રમાણ રજૂ કરશે. આ વૈજ્ઞાનિક પ્રમાણોને વિસનગર યુનિવર્સિટીના ૨ વર્ષ પહેલાંના સંશોધનના તારણો રજૂ કરશે. આ પ્રેસ મિલનમાં ભુજના માહિતી ખાતાના ઉપનિયામક ઘનશ્યામ પેડવા, નવી ભોજન પ્રથાના આયોજક પ્રભુભાઈ નાકરાણી મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે .
-------

Comments