તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા રામનવમીના પ૧ ઘાસની ગાડીઓ મોકલાશે
ભુજ - કચ્છઉદય : તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહોત્સવ શ્રી રામ નવમી નિમિત્તે ૫૧ ગામોમાં દર વર્ષે ગાયોને નીરણની ઘાસની ગાડીઓ મોકલવામાં આવે છે, જેમાં મુખ્ય દાતાઓ કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના પ્રમુખ સમાજ રત્ન વિનોદભાઈ પુરષોત્તમભાઈ સોલંકી પરિવાર, જીવદયા પ્રેમી દાનવીર હરીશભાઈ કતીરા - કતીરા કન્ટ્રક્શન કું, જગતભાઇ વ્યાસ - ભુજ , સમર્પણ મહિલા મંડળ - માધાપર ના સહયોગથી મોકલવામાં આવશે.
તા.૨૭/૩ને શુક્રવારના રોજ સવારે ૯ વાગે કન્યા શાળા માધાપર પાસેથી પ્રસ્થાન કરવામાં આવશે. ૫૧ ગામોમાં ઘાસની ગાડીઓ ને પ્રસ્થાન માનશ્રી હિંમતસિંહજી વસણ (સંઘ ચાલક રાસ્ટ્રીય સ્વયં સેવક સંઘ કરછ-વિભાગ ), હરીશભાઈ કતીરા, માવજીભાઈ સોરઠીયા તથા વિવિધ સમાજ સંસ્થાના પદાધિકારીઓ ચૂંટાયેલા સદસ્યો વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં મોકલવામાં આવશે.
આ ગાડીઓ વાડાસર, સરલી લોરીયા, સુમારાસર સેખ કુનરિયા મોરજર વરલી લેર ગોડપર સેનોટેરિયમ સુપાસ્વ જૈન સેવા મખણા હરુડી ગડા રૂદ્રાણી જાગીર કાનપર વિછીયા નથ્થરકુઇ વ્યારા, ગોડપર ,સેનોટેરિયમ, સુપાર્શ્વ જૈન સેવા મંડળ , હરિપર, ઝુરા, લોરીયા, સુમારાસર સેખ, ઢોરી, કુનરિયા, ઝુરા કેમ્પ, નોખાણીય, માધાપર નવાવાસ, કુરબાઈ, વાડાસર, ગોડપર (સરલી), સુખપર ગૌશાળા, ઘડા, ભચાઉ, મુન્દ્રા, પ્રાગપર, રાપર, બિદડા, કોટડા (ઉગમણા), સણોસરા, લેર હનુમાન ગૌશાળા, બાઉખા (સ.), બાઉખા (ઓ.), મોરજર, બંદરા મોટા, નથ્થરકુઈ, વિછીયા, પાયરકા, મખણા, આણંદસર, કુરબઈ, નારણપર, માનવ મંદિર ગૌશાળા, લેર હનુમાન ગૌશાળા, ભુજ પાંજરાપોળ, પરમ પૂજ્ય મહંત દીલીપ રાજા દાદા પુંજલ ધામ મોરજર, પરમ પુજ્ય મહંત જગજીવનદાસ બાપુ રવીભાણ આશ્રમ બિબ્બર, પરમ પુજ્ય મહંત જયંતીદાસજી મહારાજ સેવાસ્મરણ કુટીયા વરલી, પરમ પુજ્ય મહંત જગદીશ દાસ બાપુ ભજન ભોંયરા મોટા બંદરા ગાડીઓ મોકલવામાં આવશે.
-------

Comments