Trending News
સ્થાનિક સમાચાર

કચ્છથી ૧૯ પીઆઈની બદલી, નવા ૧ર આવ્યા

26 March




પીએસઆઈમાંથી પીઆઈ બનેલા અધિકારીઓની બદલી બાદ હવે પીઆઈની પણ બદલીઓ થતાં હવે પીએસઆઈના હુકમ આવશે : જિલ્લામાંથી મોટાભાગના અધિકારીઓની ફેર બદલ થતાં જિલ્લામાં પણ બદલાવ આવશે 

ગાંધીધામ - કચ્છઉદય : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને પોલીસ દળમાં બદલીનો દોર શરૂ થયો છે. પ્રથમ પીએસઆઈથી પીઆઈ તરીકે બઢતી પામેલા અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જે બાદ વધુ પ૧૮ પીઆઈની બદલી કરવામાં આવી છે, જેમાં પશ્ચિમ કચ્છથી ૯ અને પૂર્વ કચ્છથી ૧૦ મળી ૧૯ પીઆઈની બદલી કરવામાં આવી છે. જયારે પશ્ચિમ કચ્છમાં ૮ અને પૂર્વ કચ્છમાં ૪ મળી નવા ૧ર પીઆઈ આવ્યા છે. ડીજીપી દ્વારા કરવામાં આવેલા હુકમ મુજબ પશ્ચિમ કચ્છથી ભુજ બી ડિવિઝનના પીઆઈ ડી.ડી. સિમ્પીની ખેડા, જે.કે. મોરીની ગીરસોમનાથ, પ્રાગપર પીઆઈ એસ.એન. ચુડાસમાની અમદાવાદ શહેર, કે.એસ. ચૌધરીની સુરત શહેર, જખૌના એચ.એમ. વાઘેલાની વડોદરા શહેર, મુંદરા મરીનના એચ.એસ. ત્રિવેદીની ગાંધીનગર, માંડવી મરીનના વી.વી. ભોલાની વાવ થરાદ, પદ્ધરથી સસ્પેન્ડ થયેલા એ.જી. પરમારની જામનગર, પી.બી. ગઢવીની સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે. જયારે પૂર્વ કચ્છથી દુધઈ પીઆઈ આર.આર. વસાવાની વડોદરા ગ્રામ્ય, ગાગોદર પીઆઈ વી.એ. સેંગલની સુરત ગ્રામ્ય, ખડીરના પીઆઈ એમ.એન. દવેની મહેસાણા, કંડલા મરીનના એન.એન. ચુડાસમાની જુનાગઢ, વી.કે. ગઢવીની વડોદરા શહેર, એસ.ડી. સિસોદિયાની અમદાવાદ શહેર, એ ડિવિઝનના એમ.ડી. ચૌધરીની જુનાગઢ, રાપર પીઆઈ જે.બી. બુબડિયાની જુનાગઢ વિભાગ, ડી.જી. પટેલની વડોદરા શહેર, એ.એમ. વાળાની સાબરકાંઠા બદલી કરવામાં આવી છે. તો પશ્ચિમ કચ્છમાં ભાવનગરથી એ.ડી. ખાંટ, વડોદરા શહેરથી પી.જી. તિવારી, ભરૂચથી એસ.એમ. દેસાઈ, વડોદરા ગ્રામ્યથી એ.કે. ભરવાડ, રાજકોટ ગ્રામ્યથી એ.એમ. હેરમા, બનાસકાંઠાથી એસ.એમ. પટ્ટણી, પશ્ચિમ રેલવે વડોદરાથી એમ.આર. નકુમ, પી.ટી.સી. જુનાગઢથી એમ.પી. હીંગળાદિયાની નિમણુક થઈ છે. જયારે પૂર્વ કચ્છમાં અમરેલીથી સી.એસ. કુગસીયા, મોરબીથી એચ.એ. જાડેજા, પાટણથી જે.બી. આચાર્ય, પશ્ચિમ રેલવેથી એમ.બી. વસાવાને મુકવામાં આવ્યા છે. મોટા ભાગના પીઆઈની બદલી થયા બાદ હવે ગુજરાતમાં પીએસઆઈની બદલીનો દોર શરૂ થશે. જે બાદ દરેક જિલ્લામાં આંતરીક બદલીઓ થશે. 

Comments

COMMENT / REPLY FROM