કચ્છમાંથી ૧ર પીઆઈની બદલી, ૧૪ પીઆઈ નવા આવ્યા
પીએસઆઈમાંથી પીઆઈ તરીકે બઢતી પામેલા અધિકારીઓની આખરે બદલીનો ઓર્ડર થયો : હવે પીઆઈની આંતર જિલ્લા બદલીના ઓર્ડર આવશે
ગાંધીધામ - કચ્છ ઉદય : ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની મોટા પાયે બઢતી અને નિમણૂંકના હુકમ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ દળના બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર વર્ગ-૩ માંથી પોલીસ ઈન્સ્પેક્ટર વર્ગ-૨ ના સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપવામાં આવી હતી. જોકે તેઓની બદલી થઈ ન હતી.
લાંબા સમયથી આ ગુંચ અટવાયેલી હતી. હાલમાં ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે પીઅસઆઈમાંથી પીઆઈ તરીકે બઢતી પામેલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યમાં કુલ રપ૪ પીઆઈના બદલીના હુકમ થયા છે. જેમાં પૂર્વ કચ્છમાં આઠ અને પશ્ચિમ કચ્છમાં ૬ મળી ૧૪ નવા પીઆઈ આવ્યા છે, જ્યારે પૂર્વ કચ્છથી ૯ અને પશ્ચિમ કચ્છથી ૩ મળી કુલ ૧ર પીઆઈની અન્ય જિલ્લામાં બદલી થઈ છે.
ડીજીપી ડો. કે.એલ.એન.રાવ દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ કચ્છમાં સુરત ગ્રામ્યથી મેહૂલકુમાર જેરામભાઈ રાઠોડ, મહેસાણાથી વિજયભાઈ રામભાઈ પ્રજાપતિ, વડોદરા રૂરલથી મહેન્દ્રસિંહ ગુલાબસિંહ પરમાર, ભરૂચથી રાજાભાઈ લખમણભાઈ ખટાણા, વડોદરા શહેરની ગિરિરાજસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા, રાજકોટ શહેરથી ભાનુશંકર વિઠ્ઠલભાઈ બોરીસાગર, મહેસાણાથી ગજેન્દ્રસિંહ અજીતસિંહ સોલંકી, રાજકોટ શહેરથી માંડાભાઈ જીવાભાઈ હુણને નિમણૂક આપવામાં આવી છે, જ્યારે પશ્ચિમ કચ્છમાં જુનાગઢથી યશપાલસિંહ ભરતસિંહ રાણા, અમદાવાદ શહેરથી પાર્થરાજસિંહ કિશોરસિંહ ઝાલા, ઈન્ટેલિજન્સથી ઈશ્વરભાઈ બાબુભાઈ ચૌધરી, દેવભૂમિ દ્વારકાથી તેજલ ડાયાલાલ ચૂડાસમા, સુરત રૂરલથી મિતેશકુમાર રમેશભાઈ શકોરિયા, નવસારી હિરલબેન રેખાબેન બારોટની નિમણૂકનો હુકમ થયો છે.
આ તરફ પૂર્વ કચ્છથી વિશાલ રમણલાલ પટેલની સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સ, ખેતાભાઈ દેવાભાઈ રાવલની મહેસાણા, મયૂરધ્વજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની અમરેલી, પૂજાબેન છગનભાઈ મોલિયાની ગુજરાત પોલીસ એકેદમી કરાઈ, સંજયકુમાર વિરસંગભાઈ ચૌધરીની જામનગર, રાધીકાબેન ચંદ્રકાંતભાઈ રામાનુજની ભાવનગર, ભાવેશકુમાર ગોવિંદભાઈ ડાંગરની પોરબંદર, વિરમભાઈ પાતાભાઈ આહિરની બનાસકાંઠા, અજમલભાઈ વરધાભાઈ પટેલની એસીબીમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે પશ્ચિમ કચ્છથી પીઆઈ જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયાની મોરબી, કુલદીપસિંહ અશોકસિંહ જાડેજાની સીઆઈડી ક્રાઈમ, જીતેશકુમાર કાળસિંગભાઈ બારિયાની ડાંગ જિલ્લામાં બદલી કરવામાં
આવી છે.

Comments