Trending News
સ્થાનિક સમાચાર

માર્ચ માસમાં જ ઉદ્યોગોમાં કેમ લાગે છે વિકરાળ આગ?  કાસેઝની આગ પાછળ ગોઠવણ કે ટેક્ષચોરીનો છાનો ખેલ ?

26 March



કાસેઝની કાપડની કંપનીમાં વિકરાળ આગ મુદે ભેદભરમ : બપોરે લાગેલી આગ માંડ રાત્રે કાબૂમાં આવી : આગ લાગવા પાછળનું કારણ અકબંધ 

મુખ્ય પ્રશ્નો જે તપાસ માંગે છેઃ ૧. શું માર્ચ એન્ડિંગમાં જ આગ લાગવી એ માત્ર સંજોગ છે? 
ર. આગમાં બળી ગયેલા માલ-સામાનની ખરેખર ભૌતિક હાજરી કેટલી હતી? ૩. ટેક્સ બચાવવા માટે ‘શોર્ટ સર્કિટ’ નું બહાનું તો આગળ ધરવામાં નથી આવ્યું ને?



ગાંધીધામ - કચ્છ ઉદય : કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન કાસેઝમાં આવેલી કાપડની કંપનીમાં બુધવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ વિકરાળ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે, કાળા ધૂમાડાના ગોટા આદિપુર સુધી જોવા મળ્યા હતા. આગની જાણ થતા કાસેઝના બે ફાયર ફાઈટર તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા અને ડીપીએ, ટીમ્બર એસોસિએશનના ફાયર ફાઈટર દ્વારા સતત પાણીનો મારો ચાલુ રાખતા રાત્રે આગ કાબૂમાં આવી હતી. પરંતુ આ રીતે માર્ચ માસ અથવા તો માર્ચના અંતમાં જ ઠેર-ઠેર આગ ઉદ્યોગો, કારખાના, ફેકટરીઓ અથવા તો પછી કાસેઝના આવા યુનિટોમાં લાગવા પાછળનું કારણ શું છે? તેની લઈને ભારે ચર્ચાઓ સામે આવવા પામી રહી છે. 
કચ્છના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ગઈકાલે એક યુનિટમાં લાગેલી ભીષણ આગે અનેક સવાલો ઉભા કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, દર વર્ષે માર્ચ મહિનો આવતા જ મોટા ઉદ્યોગો અને ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનાઓમાં અચાનક ઉછાળો જોવા મળે છે. ત્યારે શું આ માત્ર અકસ્માત છે કે પછી આંકડાઓની માયાજાળ છુપાવવા માટે ખેલાતી કોઈ છાની રમત? તે તપાસનો વિષય બન્યો છે.આગ કયા કારણોસર લાગી તે અકબંધ રહેવા પામ્યું છે. મહત્ત્વનું છે કે, હાલમાં માર્ચ એન્ડિંગ છે ત્યારે તેની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. અવાર-નવાર કાસેઝમાં આગની ઘટનાઓ બનતી રહે છે. આગ અચાનક લાગી છે કે, વિમો પકવવા માટે લગાવવામાં આવે છે તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. આગના બનાવમાં તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. વૃક્ષો સળગી 
ગયા હતા. દીવાલો પણ કાળી પડી ગઈ હતી. અત્રે ચર્ચાય છે કે, ગત ફેબ્રુઆરી મહિનામાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી જે કંપનીના સુપરવાઈઝર અને અન્ય લોકોએ લગાડી હોવાનું તે સમયે ચર્ચામાં 
આવ્યું હતુ.


....................


શું આગ લાગી છે કે લગાડવામાં આવી છે?


ગાંધીધામ : જાણકારોના મતે, માર્ચ મહિનો એટલે નાણાકીય વર્ષનો અંતિમ સમય. આ સમયે સ્ટોક ઓડિટ અને ટેક્સની ગણતરીઓ થતી હોય છે. કંડલા સેઝના જે યુનિટમાં આગ લાગી છે, તેમાં કેવું મટીરીયલ હતું અને તેની વાસ્તવિક કિંમત કેટલી હતી તે હજુ સ્પષ્ટ થયું નથી. ચર્ચા એવી પણ છે કે, શું કોઈ એવું મટીરીયલ કાગળ પર બતાવી દેવાયું હતું જે ખરેખર અસ્તિત્વમાં જ નહોતું? આગમાં બધું ‘ખાખ’ બતાવીને મોટી ટેક્સની રકમો બચાવી લેવાની કે વીમાની રકમ પચાવી પાડવાની કોઈ ગોઠવણ તો નથી ને? તેવા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.


......................

ડ્ઢઇૈંની રેડ અને આગ વચ્ચેનો સંબંધ?

ગાંધીધામ : સૌથી ચોંકાવનારી વિગત એ ચર્ચવામાં આવી રહી છે કે, જે યુનિટમાં આગ લાગી છે તેની સાથે સંકળાયેલા અથવા સંબંધિત અન્ય એક યુનિટમાં થોડા સમય પહેલા જ ડ્ઢૈિીષ્ઠર્ંટ્ઠિીંર્ ક ઇીદૃીહેી ૈંહીંઙ્મઙ્મૈખ્તીહષ્ઠી જેવી કેન્દ્રીય એજન્સી દ્વારા દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. શું આ આગ પાછળ કોઈ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ હતો? શું આ યુનિટ પણ પેલી શંકાસ્પદ એક્ટિવિટી કે 
પ્રવૃત્તિઓમાં સંકળાયેલું હતું? આ તમામ કડીઓ એકબીજા સાથે જોડાયેલી હોવાની આશંકા નકારી શકાતી નથી.

........................

મૂળ સુધી તપાસની તાતી જરૂર


ગાંધીધામ : કંડલા સેઝ જેવા અત્યંત સુરક્ષિત અને પ્રતિષ્ઠિત ઝોનમાં જ્યારે વારંવાર આવી ઘટનાઓ બને અને તેના કોઈ સચોટ કારણો સામે ન આવે, ત્યારે તંત્રની ભૂમિકા સામે પણ આંગળી ચિંધાય છે. જો આ ઘટના પાછળ કોઈ સુનિયોજિત કાવતરું હોય, તો માત્ર ફાયર બ્રિગેડના રિપોર્ટથી સંતોષ માનવાને બદલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે.


 

Comments

COMMENT / REPLY FROM