ભુજની ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાં ધો.૮નો વિદાયમાન કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : શહેરની ઐતિહાસિક ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયમાં ધોરણ ૮ની વિદ્યાર્થીનીઓનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્યામકુમાર મહેતા દ્વારા ધોરણ ૮ની વિદાય લેતી વિદ્યાર્થીનીઓને શાળામાંથી શીખેલા સંસ્કાર, શિસ્ત અને શિક્ષણ દ્વારા જીવનમાં સફળ થવા તેમજ ઉચ્ચ અભ્યાસ કરી શાળાનું નામ રોશન કરવા શુભેચ્છાઓ અપાઈ હતી. ધોરણ ૮ની વિદ્યાર્થીનીઓએ પોતાના શાળાના અભ્યાસકાળના ખાટા-મીઠા અનુભવો વાગોળ્યા હતા. શાળા પરિવાર દ્વારા શાળાની તમામ વિદ્યાર્થીનીઓને અલ્પાહાર કરાવવામાં આવ્યું હતું. આભારવિધિ ચેતનાબેન ઠક્કરે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરતીબેન જોશીએ કર્યું હતું . કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.
--------

Comments