Trending News
સ્થાનિક સમાચાર

પ્રજાકીય પ્રશ્નો ઉકેલવામાં રાજ્ય સરકાર વિફળ : યુથ કોંગ્રેસ

25 March



ભુજ - કચ્છઉદય : વર્તમાન સરકાર સામાન્ય જનતાના અને યુવાનોના પાયાના પ્રશ્નો ઉકેલવામાં સદંતર નિષ્ફળ રહી છે.  શિક્ષત યુવાનો ડિગ્રીઓ લઈને રઝડી રહ્યા છે. સ્થાનીક લેવલે પ્રાઈવેટ કંપનીઓની અંદર પણ સ્થાનિક લેવલે રોજગારી મળતી નથી. બેરોજગારીનો આંક દિવસેને દિવસે વધતો જાય છે. વિદ્યાર્થીઓ અને યુવાનોનો ભવિષ્ય અંધકારમય બની ગયો છે. પેપરો સાથે થતાં ચેડા અને પેપર લીક કાંડ એ દર્શાવે છે કે ભાજપ સરકાર યુવાનો અને વિદ્યાર્થીઓ માટે તદન નિષ્ફળ ગઈ છે. તેની સામે ગેસ, તેલ અને પેટ્રોલ, ડીઝલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મધ્યમ વર્ગના પરિવારનું જીવવું મુશ્કેલ બન્યું છે. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ચરમ સિમાએ છે. પ્રજાના ટેક્ષના પૈસાનો દુરૂપયોગ થઈ રહ્યો છે. બીજી બાજુ સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. ચાલુ શાળાઓમાં શિક્ષકોની ઘટ સરકાર હજી સુધી નિવારી શકતી નથી. ખાનગી શિક્ષણ દિવસેને દિવસે મોંઘુ બનતું જાય છે. જિલ્લામાં હોસ્પિટલમાં પુરતી સુવિધા કે સ્ટાફ ઉપલબ્ધ નથી, જેના કારણે આમ જનતા અને ગરીબ દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. આ સરકાર માત્રને માત્ર ઉદ્યોગપતિઓના હીતાનું રક્ષણ કરી રહી છે. જો અગામી દિવસોમાં મોંઘવારી પર લગામ અને યુવાનોને રોજગારી, વ્યાપક ભ્રષ્ટાચાર અને કથળતી શિક્ષણ અને આરોગ્ય સ્થિતિ બાબતે સરકારી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો યોગ્ય પગલાં નહીં લે તો પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરી ગાંધી ચિંધ્યો માર્ગર્ આમ જનતા અને યુવાનોને સાથે રાખી અપનાવશે તેવું પશ્ચિમ કચ્છ યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજદીપ દેવધરની યાદીમાં જણાવાયું છે.
------- 

Comments

COMMENT / REPLY FROM