Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં કુપોષણ મુક્ત અભિયાનને વેગ આપવા ‘પોષણ સંગમ’ સમીક્ષા બેઠક કમ વર્કશોપ યોજાયો

25 March




જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને આઈસીડીએસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરાઈ

ભુજ - કચ્છઉદય : મહિલા અને બાળ વિકાસ વિભાગની પોષણ સંગમ પહેલ અંતર્ગત કચ્છ જિલ્લામાં કુપોષિત બાળકોના સુધારા માટે અમલી ’સમુદાય આધારિત કુપોષિત બાળકોનું વ્યવસ્થાપન’ ‘પોષણ સંગમ’ કાર્યક્રમની સફળતાને જાળવી રાખવા તેમજ આગામી આયોજનના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને આઈસીડીએસ જિલ્લા પંચાયત શાખા કચ્છ દ્વારા વિશેષ સમીક્ષા મીટીંગ કમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. 
બેઠકની શરૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, જિલ્લામાં ’પોષણ સંગમ’ અંતર્ગત બે બેચની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીના પરિણામે બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર અને સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. આ ગતિને જાળવી રાખવા અને ક્ષેત્રીય સ્તરે આવતી સમસ્યાઓના નિવારણ માટે આ વર્કશોપનું આયોજન  કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે આરોગ્ય વિભાગ અને આઈસીડીએસ વિભાગ વચ્ચેના સંકલન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જો બંને વિભાગો સાથે મળીને કામ કરશે તો  બાળકોના સ્વાસ્થ્ય અને પોષણમાં કાયમી સુધારો લાવી શકાશે. તેમણે ઉપસ્થિત અધિકારીઓને પાયાના સ્તરે સઘન કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. પ્રોગ્રામ ઓફિસરે  કચ્છ જિલ્લાની વર્તમાન કુપોષણની સ્થિતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને આગામી સમયમાં જિલ્લાના બાળકોને કુપોષણમુક્ત કરવા માટે તાલુકા દીઠ લેવા જોઈતા પગલા  અંગે વિશેષ જાણકારી રજૂ કરી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ માત્ર બાળકો જ નહીં, પરંતુ સગર્ભા, ધાત્રી માતાઓ અને ૦ થી ૧૮ વર્ષના તમામ બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે લેવાવા જોઈતા જરૂરી પગલાંઓ અંગે  માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્કશોપમાં જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ લક્ષ્મી સેગલિયા દ્વારા ઉપસ્થિત તાલીમાર્થીઓને ‘પોષણ સંગમ’ પ્રોટોકોલ અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આવર્કશોપમાં જિલ્લા કક્ષાએથી સીડીએચઓ, આરસીએચઓ, અને પીઓ આઈસીડીએસ તથા કચેરીનો તમામ સ્ટાફ તેમજ તાલુકા કક્ષાએથી ટીઅચેઓ, સીડીપીઓ, ટીએચવી, સુપરવાઈઝર, આરબીએસકે મેડિકલ ઓફિસર અને એનઆરસી - સીએમટીસી ન્યુટ્રીશન આસિસ્ટન્ટ્‌સ ઉપસ્થિત રહ્યા હતા.
-------- 

Comments

COMMENT / REPLY FROM