Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણામાં ઈન્ચાર્જ કર્મીઓનું રાજ- ચીફ ઓફીસર શોભાના ગાઠીયારૂપ ?ઃ વિકાસકામોમાં ગ્રહણ : પ્રજાજનો ત્રાહીમામ..!

25 March


નખત્રાણા નગરપાલિકામાં ‘સત્તાનું સુકાન’ હંગામી કર્મચારીઓના  હાથમાંજ હોવાની છે ચર્ચા : ચીફ ઓફિસર માત્ર ‘સહી’ પૂરતા જ સીમિત ! 

ગાંધીધામ : પશ્ચીમ કચ્છના નખત્રાણાને મળેલી નગરપાલીકા વર્તમાન સમયે અહીના ચીફ ઓફીસરની ઢીલીનીતીઓના લીધે ગ્રામ પંચાયતના શાસનને અનેકઘણુ સારૂ કહેવાડવા સમાન બની રહ્યુ છે. વર્તમાન સમયે શહેરીજનોમાં ચાલતી ચર્ચા અનુસાર અહી  કર્મચારી ‘રાજા’ અને અધિકારી ‘પ્રજા’ જેવો ઘાટ સર્જાયો છે.અને અમુક વગદાર હંગામી કર્મચારી ઓના ઈશારે ચાલતા વહીવટમાં ભ્રષ્ટાચાર અને પક્ષપાતની પ્રબળ બૂ આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નગરપાલિકામાં હાલ વહીવટી શિષ્ટાચારના લીરેલીરા ઉડી રહ્યા હોય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. શહેરના પ્રથમ વહીવટી નાગરિક ગણાતા ચીફ ઓફિસર વહીવટ પરની પકડ ગુમાવી બેઠા છે અને સમગ્ર પાલિકાનું તંત્ર અમુક વગદાર કર્મચારી ઓના શરણે હોય તેમ ચર્ચાવવા પામી રહ્યું છે. આંતરિક વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, અહીં હંગામી કર્મચારી ‘રાજા’ અને અધિકારી ‘પ્રજા’ હોય તેવો તાલ સર્જાયો છે,જેના કારણે સામાન્ય નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવતા આદેશોનું પાલન કરવામાં તાબા ના કર્મચારીઓ ઘોર બેદરકારી દાખવી રહ્યા છે.નવાઈની વાત તો એ છે કે, અધિકારી પોતે સ્વતંત્ર કે તટસ્થ નિર્ણય લેવાને બદલે અમુક ચોક્કસ હંગામી કર્મચારી જે રીતે દોરે તે રીતે દોરાઈ રહ્યા છે. વહીવટમાં શિસ્ત નો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે અને અધિકારીની લાચારી ઉડીને આંખે વળગે તેવી છે.નીચલા સ્તરના કર્મચારીઓની ‘આખરી મહોર’ ગણાઈ રહી છે.નપામાં ફાઈલોનો નિકાલ કે કોઈ પણ મહત્વના નિર્ણય લેવામાં ચીફ ઓફિસર પોતાની સૂઝબૂઝ 
વાપરવાને બદલે નીચલા સ્તરના કર્મચારીઓ જે કહે તેને જ આખરી માની રહ્યા હોવાનુ પણ ચર્ચાય છે. કર્મચારીઓ જે રીતે ફાઈલ રજૂ કરે અથવા જે નિર્ણય લેવાનું કહે, તેને જ મંજૂરી અપાતી હોવાથી વહીવટમાં પક્ષપાત અને ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. વગદાર કર્મચારીઓના અંગત હિતો સચવાય છે, જ્યારે જનહિતના કામો અભરાઈએ ચડાવી દેવામાં આવતા હોવાનો બળાપો પણ ઠાલવાતો જોવાઈ રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM