Trending News
સ્થાનિક સમાચાર

રાપરના મોડા ગામે શિકાર કરવા નીકળેલા બે શખ્સોને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી લેવાયા

25 March


રાપર- કચ્છ ઉદય : તાલુકાના મોડા ગામે શિકાર કરવા નીકળેલા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બાબતે આડેસર પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ મોડા ગામની નર્મદાની પેટા કેનાલ તરફ સુરેશ ભીખાભાઈ કોલી અને રામજી રઘુભાઈ કોલી શિકાર કરવા ગયા હોવાની બાતમી મળી હતી. જેના આધારે કેનાલ પર વોચ ગોઠવી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે મોડા સીમમાં રહેતા બન્ને શખ્સો હાજર મળી આવ્યા હતા. તેઓ પાસેથી ૧૦ હજારની દેશી હાથ બનાવટની બે બંદૂક કબજે કરવામાં આવી હતી. બન્ને સામે આડેસર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. શિકાર કરે તે પહેલાં બન્નેને પકડી લેવાયા હતા. 

Comments

COMMENT / REPLY FROM