Trending News
સ્થાનિક સમાચાર

વરસાણામાં વીજ રૂમમાં કરંટ લાગતા યુવાનનું મોત 

25 March



રતનાલ, રાપર અને જંગીમાં ફાંસો ખાઈ લેતા ત્રણનાં મોત 

ભુજ - કચ્છ ઉદય : જિલ્લામાં અપમૃત્યુની ચાર ઘટનાઓ સામે આવી છે. અંજાર તાલુકાના વરસાણા ખાતે આવેલી ઈસપાર્ક કંપનીમાં કરંટ લાગવાના કારણે યુવાનનું મોત થયું હતું. આ બાબતે અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ રર વર્ષિય કરણ ભુવન મુનિયા નામનો યુવાન બ્રેક પડતા રાત્રે ૮ વાગ્યે વીજ રૂમમાં ગયો હતો જ્યાં તેને કરંટ લાગતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. 
રાપર તાલુકાના સઈ ગામે ભચાઉપુરા વિસ્તારમાં રહેતા મહિલાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. રાપર પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ રપ વર્ષિય કુમકુમબેન સંજયભાઈ લુહારે આ પગલું ભર્યું હતું. મહિના અગાઉ તેમની દીકરીનું અવસાન થયું હતું. જેથી તેઓ આઘાતમાં હતા. દીકરીનો આઘાત સહન ન કરી શકતા ફાંસો ખાઈ લીધો હોવાનું જણાવાયું હતું. રાપર પોલીસે એડી દાખલ કરી છે. 
ભચાઉ તાલુકાના જંગી ગામે હીંગળાજ નગરમાં રહેતા ર૭ વર્ષિય યુનુસ ઉમર રાયમાએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લેતા પરિવારમાં અરેરાટી ફેલાઈ હતી. સામખિયાળી પોલીસે તપાસ હાથ ધરી છે. અંજાર તાલુકાના રતનાલ ગામે રહેતા ૩પ વર્ષિય હંસાબેન નારાણભાઈ મહેશ્વરીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લેતા મોત થયું હતું. અંજાર પોલીસે એડી દાખલ 
કરી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM