Trending News
સ્થાનિક સમાચાર

હોમગાર્ડ રમતોત્સવમાં કચ્છના સાગર પરમારે રનીંગ અને લાંબી કુદમાં પ્રથમ ક્રમાંક

24 March




રાજ્યમાં પ્રથમ ક્રમાંક બદલ મંત્રી કમલેશ પટેલ દ્વારા સન્માન કરાયું : કબડ્ડીમાં ઉત્તર ઝોનવતી પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ ટીમ ઉપવિજેતા : જિલ્લાનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ 

ભુજ - કચ્છઉદય : ફીટ ગુજરાત હિટ ગુજરાત અંતર્ગત હોમગાર્ડ રાજ્યકક્ષા રમોત્સવ - ૨૦૨૬ યોજાયો હતો, જેમાં ગુજરાતમાંથી હજારો હોમગાર્ડ મહિલા તેમજ પુરૂષ સભ્યે રમોત્સવમાં ભાગ લીધેલ હતો. સૌપ્રથમ જિલ્લા કક્ષાએ અને ઝોન કક્ષાએ રમોત્સવનું આયોજન કરવામાં આવેલ અને ત્યારબાદ ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, મધ્ય ઝોન અને સૌરાષ્ટ્ર ઝોન વચ્ચે રાજ્યકક્ષાનું રમોત્સવ યોજવામાં આવેલ હતો. 
રમોત્સવનું સમાપન વેળા મુખ્ય મેહમાન મંત્રી કમલેશ પટેલ નાણાં, પોલીસ હાઉસીંગ, જેલ સરહદી સુરક્ષા ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ તથા હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ સમશેરસિંહ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, સીનીયર સ્ટાફ ઓફિસર મનીષ ત્રિવેદી તમામ જિલ્લાના કમાન્ડન્રો હાજર રહેલ હતા. રમોત્સવમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના હોમગાર્ડ સભ્ય સાગર પરમાર જેવો સમગ્ર રાજ્યમાં ૨૦૦ મીટર રનીંગ અને લાંબી કુદમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ તેમનું ગુજરાત સરકારના મંત્રી કમલેશ પટેલ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. કબડ્ડીમાં ઉત્તર ઝોનવતી પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ ટીમ ઉપવિજેતા (રનર્સઅપ) થયેલ હતી. જેમાં કુકમા યુનિટના સાગર પરમાર, રવી ખૂગલા, નવીન કોલી, હેમાંગ ટાંક, ભરત કોઠીવાર, રામજી ડાંગર, કલ્પેશ જોષી (પાંધ્રો), પ્રવિણસિંહ ચૌહાણ (દયાપર)નાઓએ ભાગ લીધેલ હતો. સમગ્ર ટીમનું ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવેલ અને આ ક્ષણે પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડનું નામ રોશન કરવા બદલ સાગર પરમાર અને સમગ્ર કબડ્ડી ટીમને મનીષ બારોટ દ્વારા અભિનંદન આપેલ તેમજ આવી જ રીતે પશ્ચિમ કચ્છ જિલ્લાનું નામ રોશન કરતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
------

Comments

COMMENT / REPLY FROM