Trending News
સ્થાનિક સમાચાર

 ફુલપીરદાદા પુસ્તકાલય નિરોણાને ૧૭૦૦ કરતાં વધારે પુસ્તકો વાંચવા માટે પ્રાપ્ત થયાં

24 March


નિરોણા - કચ્છઉદય : નિરોણા ગામે શરૂ થયેલ ફુલપીરદાદા પુસ્તકાલયને સારસ્વત્તમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કુલ નિરોણા તરફથી ૧૭૦૦ કરતાં વધારે પુસ્તકો વાંચવા માટે પ્રાપ્ત થયાં છે, જેમાં અનેક અમૂલ્ય પુસ્તકો, વર્તમાનમાં અપ્રાપ્ય અને દુર્લભ પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. આ સાથે આપણું પુસ્તકાલય હવે પુસ્તકોની સંખ્યા અને ગુણવત્તાની બાબતમાં અત્યંત સમૃદ્ધ બન્યું છે. નિરોણા ગામના તમામ વાચકોને આ અમૂલ્ય પુસ્તકો વાંચવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે. કોઈ પણ વ્યક્તિ આવીને, નિરાંતે બેસીને આ પુસ્તકોનું વાંચન કરી શકે છે.
ફુલપીરદાદા પુસ્તકાલય નિરોણાને આ પુસ્તકો અને તેની સાચવણી માટે એક કબાટ આપવા બદલ હાઇસ્કુલના આચાર્ય ડૉ. વિષ્ણુભાઈ ચૌધરી, શિક્ષક અલ્પેશભાઈ જાની તેમજ સમગ્ર શાળા પરિવારનો આભાર વ્યક્ત કરાયો હતચો. આ પુસ્તકોને શાળાથી પુસ્તકાલય સુધી પહોંચાડવા માટે હાઇસ્કુલના ઉત્સાહી વિદ્યાર્થીઓ સાથે તખતસિંહ સોઢાની મહેનતને સલામી અપાઈ હતી. પુસ્તકાલયની વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નિરોણા ગામના યુવાનો વાલજીભાઈ, વસંતભાઈ, શામજીભાઈ, ગોવિંદભાઈ, પરેશભાઈ તેમજ પુસ્તકો લાવવા માટે છકડાની સેવા આપવા બદલ વનરાજસિંહનો આભાર મનાયો હતો.
---------

Comments

COMMENT / REPLY FROM