ગાંધીધામ મનપાના રોડ-રસ્તાના કામોમાં હજુય થીગડાની થૂંક : નવા રસ્તાઓનું ધોવાણ, ઠેર ઠેર ગાબડા? કોની બલિહારી..?
કમિશ્નરશ્રી સંકુલને આધુનીક સુવિધા સંપન્ન બનાવવા માંગે છે ત્યારે તાબાના કર્મીઓ, ઠેકેદારો મેળાપીપળા કરીને પાણીઢોર જ કરતા હોય તેમ લોટ-પાણીને લાકડાનો કરી રહ્યા છે તાલ
મહા પાલીકાના રોડ-રસ્તાના કામોમાં લીંપાપોત્તી, ઘોર લાપરવાહી, સુભાષનગરમાં મહીનો પણ ન ચાલ્યો નવો રોડ..! ઠેર-ઠેર થીગડા અને ખાડાઓએ કોન્ટ્રાકટરના નબળા કામની પોલ ખોલી : જવાબદારો સામે ધાક બેસાડતી કાર્યવાહીની ઈંતજારી..!
તંત્ર કેમ ન કરે આવી લાલઆંખ? :૧. તંત્ર દ્વારા ઠેકેદાર-જવાબદાર સુપરવીઝન કરનાર તથા એન્જનિયરને શો કોજ નોટીસ પાઠવી જોઈએ, ર.જો બિલ ચુકવવાનુ બાકી હોય તો તે રોકી દેવુ અને સીકયુરીટી ડીપોજિટ જપ્ત કરવી જોઈએ, ૩. નબળુ કામ કરનાર એજન્સી ભવિષ્યમાં કોઈ પણ સરકારી કામો માટે પ્રતિબંધિત ઠરે તે રીતે બ્લેકલીસ્ટ કરવા જોઈએ, ૪.મ્યુનિસીપલ વિજિલન્સ વિભાગ દ્વારા નમુના લઈ લેબોરેટરી ટેસ્ટ કરાવવો અને ભ્રષ્ટાચાર જણાય તો એફઆઈઆર કરવી, પ.પ્રજાના પૈસાનો બગાડ થયો હોય તો તે રકમ કોન્ટ્રાકટરના બીજા કામોના બિલમાથી જ કાપી લેવી જોઈએ
ગાંધીધામ : શહેરના સુભાષનગર વિસ્તારમાં મહાનગરપાલીકા દ્વારા બનાવાવમા આવેલા નવા નકોર રસ્તાની હાલત જોતા થીંગડાની થુંક જેવી કહેવત સાર્થક થતી જોવા મળી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ રોડ બન્યો તેને હજુ એક મહિનો પણ પૂર્ણ થયો નથી ત્યાં જ રસ્તા પર મસમોટા ખાડાઓ પડી ગયા છે અને ઠેર ઠેર પેચિંગ થીગડા મારવાની નોબત આવી છે. પ્રજાજનોના ટેક્ષના પરસેવાના પૈસાનો જે રીતે વેડફાટ થઈ રહ્યો છે તેનાથી સ્થાનિકોમાં ભારોભાર રોષ જ જોવા મળી રહ્યો છે.
આ મામલે તંત્ર દ્વરા ઉંડાણપૂર્વકની તપાસ કરવામા આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. માત્ર પેચીંગ કામ કરીને સંતોષ માનવાનો બદલે, આ કામ કરનાર ઠેકેદારને બ્લેકલીસ્ટ કરવામાં આવે અને જે અધિકારીઓની રહેમનજર હેઠળ આ નબળુ કામ થગયું છે તેમની સામે પણ કડક પગલા ભરવામા આવે. નગરપાલિકા અને મહાનગરપાલીકાના રોડ રસ્તાના કામોમાં જયારે ભ્રષ્ટાચાર કે નબળી ગુણવત્તા જોવા મળે ત્યારે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એકટ અને ટેન્ડરની શરૂતો મુજબ ચોકકસ અધિકારીઓ અને પક્ષકારોની જવાબદારી નકકી થયેલી જ હોય છે. આ કામમાં કોની કોની હતી જવાબદારી? તે તમામની સામે કમિશ્નરશ્રીને લાલઆંખ કરી ધાક બેસાડતો દાખલો પુરવાર કરવો જોઈએ.
.............
ગુરુકુળ સ્કૂલ સામે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી : લાખો લિટર પાણીનો વ્યય, જનતા પરેશાન!
‘રોકી શકો તો રોકી લો’ જેવો કોન્ટ્રાક્ટરનો અહંકાર; અગાઉ ધમકી આપતો વીડિયો વાયરલ થયો હોવા છતાં તંત્ર મૌન
ગાંધીધામ : ગાંધીધામ શહેરના ગુરુકુળ સ્કૂલ સામેના મુખ્ય માર્ગ પર ફરી એકવાર કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહી સામે આવી છે. વિકાસના કામોના બહાને પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી અને લાખો લિટર પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું. આ દ્રશ્યો જોઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરની કાર્યપદ્ધતિ શરૂઆતથી જ વિવાદાસ્પદ રહી છે. અગાઉ પણ જ્યારે સ્થાનિકોએ કામની ગુણવત્તા બાબતે પ્રશ્નો ઉઠાવ્યા હતા, ત્યારે આ ઠેકેદારે નાગરિકોને જાહેરમાં ધમકી આપી હતી. આ ધમકીભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો, તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા તેની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.આ ઘટનાથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છેઃ શું મહાનગરપાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરની આવી ભૂલો પર આંખ આડા કાન કરી રહ્યા છે? એક બાજુ જળ બચાવવાની વાતો થાય છે, ત્યારે લાખો લિટર
પાણી વેડફાય તેની જવાબદારી કોની? વારંવાર બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાને બદલે કેમ છાવરવામાં આવી રહ્યો છે? સ્થાનિકોની ચિંતા અને આક્રોશ રોડ પર ભરાયેલા પાણીના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે અને લાખો લિટર પાણીના બગાડથી પર્યાવરણ પ્રેમીઓમાં પણ ચિંતા ફેલાઈ છે. લોકો હવે ખુલ્લેઆમ પૂછી રહ્યા છે કે, “શું આ ઠેકેદારો તંત્ર કરતા પણ ઉપરવટ થઈ ગયા છે?”
...................
ઠેકેદારનો ડીએલપી પિરિયડ ગાળો શું હતો?
ફીટનેશ સર્ટીફીકેટની તપાસ કરો, ૧ માસમાં જ રોડ તુટયો એટલે રીપોર્ટ ખોટો જ સાબિત થાય
ગાંધીધામ : આવા કામોમાં કોન્ટ્રાકટર ટેન્ડરની શરતોથી બંધાયેલો હોય છે. ડીફેકટ લાયબીલીટી પિરિયડ એટલ કે ડીએલપી શુ હતો. સામાન્ય રીતે નવા રોડ માટે ત્રણથી પાંચ વર્ષનો ગેરંટી પીરિયડ હોય છે. જો આ સમયગાળામાં રોડ તુટ તો ઠેકેદારે પોતાના ખર્ચે નવો રોડ બનાવી આપવો પડે છે. કાર્યપાલ ઈજનેર તથા સીટી એન્જીનીયરની પણ બને છે જવાબદારી. કામ પૂર્ણ થયા બાદ તેની ચકાસણીઓ કરી અને મેજરમેન્ટ બુક રાખવાની હોય છે અને તે ચકાસણી બાદ જ બીલો મંજુર કરવના હોય છે. જો કામ નબળુ હોય તો બિલ રોકવાની સત્તા પણ રહેલી છે. અહી કામ નબળુ જ થયુ છે તો પછી બીલોની ચુકવણી કેમ થઈ ગઈ? સરકારી નિય્મ મુજબ મોટા કામોમા ત્રીજી પાર્ટ પાસે તપાસ કરાવી ફરજિયાત છે. જો રોડ એક મહીનામા તુટી જાય, તો આ એજન્સીએ આપેલ ફિટનેશ રીપોર્ટ ખોટો સાબિત થાય છે. અને તેમની સમો પણ દંડનીય કાર્યવાહી થઈ શકે છે.
.....................
સરકારી તિજોરી પર ઉઘાડી લુંટ
ગાંધીધામ : સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા માત્ર કાગળ પર કામ બતાવીને સરકારી તિજોરીમાથી નાણા સેરવી લેવામા આવે છે. લોટ પાણીને લાકડા જેવું કામ કરીને ઠેકેદારો પોતાના ગજવા જ ભરી લે છે. અને જનતાને હાડમારી વેઠવી પડે છે. રસ્તા પર પડેલાખાડાઓ અને ઠેર-ઠેર મારેલા થીગડાઓ ભ્રષ્ટાચારની ગવાહી આપી રહ્યા છે.
....................
મોનીટરીંગ અને ગુણવત્તા સામે સવાલો
ગાંધીધામ : નવો બનેલો રસ્તો ગણતરીના દિવસોમાં જ તુટી જાય ત્યારે તેની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થાય છે. ૧. આ તે વળી કેવુ કામ? જે રસ્તો મહીનો પણ ટકી ન શકે, તે કામમાં કેવા પ્રકારનું મટીરીયલ વાપરવામાં આવ્યું હશે? ર. કયાં ગયું સુપરવિઝન ?ઃ જયારે કોન્ટ્રાકટર કામ કરી રહ્યો છે હતો ત્યારે પાલિકાના એન્નિનિયરો કે મોનિટરીગ કરનારા અધિકારીઓ શું કરી રહ્યા હતા. ૩. થર્ડ પાર્ટી ઈન્સપેકશન. શું આ કામનું કોઈ થર્ડ પાર્ટી ઈન્સપેકશન કરવામાં આવ્યુ હતુ? જો હા તો તેમણે આ નબળા કામને મંજુરી કેવી રીતે આપી?કોને વેચતા હતા? આ ચોરાઉ ડિઝલના ખરીદનારા મોટા
માથાઓ કોણ છે?

Comments