માથક પટ્ટામાં ‘માં અંબા’ના આર્શીવાદથી ધમધમતો અડ્ડો એકાએક ઠપ્પ
ઈડી ત્રાટકી!
એમએચઓની આડમાં ડિઝલ દાણચોરીમાં સંડાવાયેલ અમિત ટોળકીનો સાગરીત ભરત અંતે સાણસામાં
પાછલા બે-ત્રણ દીવસથી એન્ફોર્સેન્ટ ડીરેકટરની ટુકડીએ અમિતના સાગરીત ભરત પર બોલાવી છે મોટી તવાઈ : ભરતે પોતાના અડ્ડા પરથી સલામતી સ્ટાફ, વહીવટી સ્ટાફ સહિતનાઓને રજામાં ઉતારી દીધા હોવાની ચર્ચા : દીવસથી રોજ પ૦ ગાડીઓનો
ધમધમાટ જયા રહેતો હતો તે પ્લાન્ટમાં હાલ સર્જાયો છે સન્નાટો
ભરત પહેરેલા લુગડા સાથે ગાંધીધામમાં આવ્યો હતો, જયાથી આવ્યો હતો ત્યાં પણ મોટા પાયે ઉઠમણાં કરીને આવ્યો હતો, તેની પાસે સાયકલ ખરીદવાના પણ તે વખતે પૈસા ન હતા, આજે ભરત ધરાવી રહ્યો છે એરપોર્ટ રોડની મોંઘીદાટ સોસાયટીમાી ૧૦-૧૦ કરોડના ચારથી વધુ બંગલા, મોંઘી મોટરગાડીઓ, સંકુલમાં કરોડોના કોમર્શિયલ સેન્ટરોમાં પણ છે ભાગીદાર,, ડીઝલ દાણચોરી નહી તો બીજા શેમાંથી રાતોરાત આ ભરત બની ગયો કરોડોનો આસામી? : જાણકારોનો સવાલ
ઈડી ત્રાટકી હોય, તો માથક પાસે આવેલા ભરતના આ અડ્ડાના દસ્તાવેજો એકત્રિત કરી અને તેની એન્ટ્રીઓ ચકાસાશે તો ઘણું બધુ અને કઈક સફેદ પોશ ચહેરાઓનો પણ થશે પર્દાફાશ
ગાંધીધામ : એમએચઓની આડમાં પ્યોર ડિજલની દાણચોરી કંડલા-મુંદરા અને પીપાવાવ જેવા બંદરો પર થતી હોવાના ઘટસ્ફોટ તો થોડા સમય પહેલા થયા જ હતા અને તેમાં અમિત આણી દાણચોર ટોળકીનો મુખ્ય સુત્રધાર તરીકે પણ નામો બહુચર્ચામાં રહ્યા હતા. દાણચોરયુકત જે ડીજલ મંગાવાતુ હતુ તેમાં જે સ્ટોરેજ કરવામાં આવતો હતો, તે બાબતે જેટલા નામો આવતા હતા તેમાં મુખ્યત્વ માથક પટ્ટામાં આવેલા અને માં અંબાના આર્શીવાદથી જાણે કે એક મોટો સ્ટોેરેજ-સંગ્રહનો અડ્ડો ધમધમતો હોવાની ચર્ચાઓ પણ મોટા પાયે ચર્ચાતી રહી છે.
દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર હવે અમિતના સાગરીત એવા આ અડ્ડાના માલિક ભરત પર એન્ફોર્સમેન્ટ ડીરેકટર જેવી મોટી એજન્સી ત્રાટકી હોવાનું ચર્ચાવવા પામી રહ્યુ છે. ભરત હવે બરાબરનો સાણસામાં આવી રહ્યો હોવાનુ પણ મનાય છે. ઈડી પાછલા બે-ચાર દીવસથી તેના અડ્ડાઓ પર પહોચી છે અને તેના પગલે જ માથાક પાસેનો આ પોઈન્ટ હાલના સમયે તદન ઠપ્પ અવસ્થામાં જ છે. સુરક્ષાકર્મીઓથી માંડી અને વહીવટી તમામ સ્ટાફને ભરતે રજા પર ઉતારી દીધા હોવાનુ પણ મનાય છે. ઈડી ત્રાટકી છે ત્યારે હવે સંકુલમાં તરેહ તરેહની પણ ચર્ચાઓ થવા પામી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, ઈડી જો ઘનિષઠ ઉંડી તપાસ કરશે તો ગાંધીધામ સંકુલમાં એમએચઓની આડમાં ચાલતુ હજારો કરોડોનું મસમોટું કૌભાંડ અને કઈક સફેદ પોશ ચહેરાઓ તથા અમિત આણી ગેંગના પગ તળે પણ રેલો આવશે.
...............
ભરતના ભાગીદાર ઉચ્ચ પોલીસ અધિકારી કોણ? ઈડીએ કરવી જોઈએ આ દીશામાં કડક તપાસ?
ભરતનો અથવા તો જે કોઈ ઉચ્ચ પોલીસ અધિકારી તેને છાવરતા હોય કે ભાગબટાઈ ધરાવતા હોય તેના મોબાઈલ ફોન ચેક કરો, તો ઘણું બધુ આવશે બહાર?
ગાંધીધામ : અમિત આણી ડીઝલ દાણચોર ટોળકી પર હવે ધીરે ધીરે ગાજ વરસી રહી છે. અને તેનો સાગરીત ભરત કે જે ગેરકાયદેસર ડિજલનો સંગ્રહ અને વેપલો કરતો હતો તે અંતે એજન્સીના હાથે ચડી જવા પામ્ય હોવાનુ મનાય છે. જાણકારો કહી રહ્યા છે કે, ભરત પર ઈડી ત્રાટકી હોય તો હવે એ પણ તપાસ કરવાની જરૂર છે કે, આ ભરત કયા ખાખીના ઉચ્ચ અધિકારીના જોરે આટલો ફાટીને ફુલેકે ગયો હતો? કયા ઉચ્ચ અધિકારીની ભરત સાથે ભાગબટાઈ હતી? આ અધિકારી એરપોર્ટ પર ભરતના આવેલા આલીશાન મહેલ જેવા કરોડોના બંગલામાં અઠવાડીયે બે વખત મહેમાનગતી માણવા કેમ પહોચી જતા હતા? એ મીટીંગોમાં શું રંધાતુ હતુ? જો મોબાઈલ કોલ ની ચકાસણીઓ થશે તો આ બાબતે ધણું બધુ બહાર આવવા પામી શકે તેમ છે.
.................
પૂર્વ કચ્છનો ભ્રષ્ટ પીઆઈ કેમ ભરતના આ અડ્ડા પર રોજ સાંજે આંટાફેરા કરતો હતો?
ગાંધીધામ : અમિતનો જે સાગરીત હાલમાં ઈડી જેવી એજન્સીના રડારમાં આવી ગયો છે અને તેના બધા જ દસ્તાવેજોની ચકાસણીઓ કરવામા આવી રહી છે તે અંગે હવે સવાલો એક ભ્રષ્ટ પીઆઈ સુધી પણ તપાસનો રેલો લંબાવવાની જરૂર છે. કારણ કે માથક પટ્ટામાં આવેલા ભરતના આ ડીજલના કાળા કારોબારના મોટા અડા પર દરરોજ સાંજે આ બની બેઠેલા ભ્રષ્ટ પીઆઈની હાજરી બોલી જ રહેતી હતી. આ ભ્રષ્ટ પીઆઈ ભરતના અડ્ડા પર રોજ સાંજે શું કરવા માટે પહોચી જતો હતો?

Comments