યુપીએસી પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવનાર શ્રેયા પ્રિયદર્શનીને ગાંધીધામ મનપાના કમિશનરે પાઠવી શુભેચ્છા
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ મહાનગરની તેજસ્વી દીકરી શ્રેયા પ્રિયદર્શીએ દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી યુપીએસી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. શ્રેયાની આ ગૌરવશાળી સિદ્ધિ બદલ ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાનીની રૂબરૂ મુલાકાત કરી હતી ત્યારે શ્રી ગુરૂવાનીએ શ્રેયાને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
કમિશનરશ્રીએ શ્રેયાની મહેનતને બિરદાવતા જણાવ્યું હતું કે, અત્યંત વિપરીત અને પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે મક્કમ મનોબળ સાથે શ્રેયાએ આ મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે જે અન્ય યુવાઓ માટે પ્રેરણારૂપ છે. આ પ્રસંગે કમિશનર દ્વારા શ્રેયાની સાથે તેના માતા-પિતાનું પણ વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું અને પુત્રીની સફળતામાં પાયાની ભૂમિકા ભજવવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. શ્રેયાના પિતા ઈન્કમટેક્ષમાં ફરજ બજાવે છે. આવનારા સમયમાં શ્રેયા પોતાની વહીવટી કુશળતાથી દેશની ઉત્તમ સેવા કરે તેવી મંગલ કામનાઓ પણ આ મુલાકાત દરમિયાન વ્યક્ત કરવામાં આવી હતી.
--------

Comments