Trending News
સ્થાનિક સમાચાર

ડિજિટલ ટેકનોલોજીના યુગમાં સંશોધનમાં એઆઈ ટૂલ્સનો વધતો પ્રભાવ

23 March



ભુજ-કચ્છઉદય : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજના કમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા યુસ ઓફ એઆઈ ટુલ્સ ઈન રિસર્ચ વિષય પર રાજ્યસ્તરીય સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારને કેસીજી, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો.
અધ્યક્ષ સ્થાનેથી યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના ઉપયોગ વિષે સાવધ રહેવાની સલાહ આપી હતી. કાર્યક્રમ આશીર્વચન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના વધતા પ્રભાવમાં કચ્છ જિલ્લામાં કઈ તકો રહેલ છે તેનો દિશાનિર્દેશ કરેલ હતો. કચ્છ યુનિવર્સીટીના કુલસચિવે કાર્યક્રમને બિરદાવ્યો હતો. 
કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા તરીકે દીપક વોરા (સીઈઓ, આઈઓએસવાયએસ પ્રા. લી.ગાંધીધામ)દ્વારા સંશોધનમાં એઆઈ ટૂલ્સના વ્યાવહારિક ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ વિશેષ નિષ્ણાત ડો. ક્ષિતિજ યુ. શુક્લા (આણદ કૃષિ યુનિવર્સિટી)દ્વારા આધુનિક સંશોધન પદ્ધતિઓમાં એઆઈના પ્રયોગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સંશોધકો, પી.એચ.ડી. વિદ્યાર્થીઓ તથા વિવિધ વિજ્ઞાન શાખાના ફેકલ્ટી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ચેટ જીપીટી, ડેટા એનાલિટિક્સ, ઓટોમેશન અને એઆઈ આધારિત સંશોધન સાધનો અંગે પ્રાયોગિક સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમનું ના કો-ઓર્ડીનેટર તરીકે કમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા ડો. મહેશ મુલાણી રહ્યા હતા તેમજ વિભાગના સભ્યો મનીષ દાસોટીયા, જય જોશી, દ્રષ્ટિ ગોસ્વામી, પાર્થ ઠક્કર, ખ્યાતી રાઠોડ, સીમરન શર્મા તેમજ ભવનના વિદ્યાર્થીઓ સહયોગી રહ્યા હતા. સેમિનાર દ્વારા ભાગ લેનારાઓને આધુનિક સંશોધન ક્ષેત્રમાં એઆઈના ઉપયોગ અંગે નવી દૃષ્ટિ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. 
----------

 

Comments

COMMENT / REPLY FROM