Trending News
સ્થાનિક સમાચાર

૨૯ માર્ચના યોજાનાર ગુજકેટ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરાઈ 

23 March


ભુજના ૧૦ પરીક્ષા કેન્દ્રો પર ૧૯૯૩ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ભુજ - કચ્છઉદય : આગામી તા. ૨૯ માર્ચના ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની પરીક્ષા ગુજકેટનાં સુચારૂ સંચાલન અર્થે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે પરીક્ષાની ગંભીરતા સમજાવી પારદર્શક રીતે પરીક્ષા યોજાય તેના પર ભાર મૂક્યો હતો. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ પરીક્ષાના તમામ તબક્કે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી પરીક્ષા સફળ બનાવવા સૂચનો કર્યાં હતાં. વિદ્યાર્થીઓ નિર્વિઘ્ને પરીક્ષા આપી શકે તે માટે જાહેરનામાં દ્વારા પ્રતિબંધાત્મક આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે. ૩ સેશન (ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર અને ગણિત)માં યોજાનારી આ પરીક્ષામાં સ્થળ સંચાલકો તેમજ ઓબ્ઝર્વર ની નિમણૂંક કરી દેવામાં આવેલ છે. આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા તાલીમ ભવન ના પ્રાચાર્ય, એસ.ટી., આરોગ્ય, પી. જી. વી. સી. એલ. ના અધિકારીઓ અને ઓબ્ઝર્વરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝોનલ અધિકારી પરેશભાઈ અજાણી અને ટીમે વ્યવસ્થા સંભાળી હતી.
------- 

Comments

COMMENT / REPLY FROM