Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં બીજ મેળાનું કરાયું આયોજન

23 March


આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી નિમિત્તે



ભુજ - કચ્છઉદય :આંતરરાષ્ટ્રીય વન દિવસે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા ટાઉન હોલ ભુજ ખાતે બીજ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં કચ્છ જિલ્લામાં જોવા મળતી અને છેલ્લા ઘણા સમયથી લુપ્ત થતી જાતો જેવી કે રગત રોહિડો, મિઠા ગુગળ, વિકળો, હિગોરીયો, કુંઢેર, લુસ્કા, ગાંગેટી, ચણોઠી, મરડાસિંગ, સિમળો, ખાખરો વગેરે જેવી ૫૦ થી વધુ વૃક્ષોની જાતોના બીજનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. તજજ્ઞો દ્વારા બીજ એકત્રીકરણ, બીજ સંરક્ષણ, બીજ માવજત અને ઉછેર અંગે વૈજ્ઞાનીક ઢબે સમજ આપવામાં આવી હતી. ધીરજ મિત્તલ દ્વારા આ કાર્યક્રમમાં વિષેશ હાજરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છ પૂર્વ વન વિભાગના વડા આયુશ વર્મા, કચ્છ પશ્ચિમ વન વિભાગના  વડા હર્ષ જે. ઠક્કર, સામાજીક વનીકરણ વિભાગના વડા જયન પટેલ, બન્ની ગ્રાસલેન્ડ વિભાગના વડા નેવિલ ચૌધરી તેમજ ડૉ. પંકજ જોષી, ડૉ જયેશ ભટ્ટ, ડૉ. એકતા જોષી,  સાગર પિત્રોડા, દિલીપભાઇ પટેલ, વન વિભાગના તમામ મદદનીશ વન સંરક્ષક, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ અન્ય વન વિભાગનો સ્ટાફ તેમજ લાલન કોલેજ, ભુજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બીજ મેળાનો મુખ્ય ઉદ્દેશ કચ્છ જિલ્લામાં જેવા મળતી સ્થાનીય તથા લુપ્ત થતી વનસ્પતીઓના બીજના બિયારણા થકી વનોનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનો હતો. 
-----

Comments

COMMENT / REPLY FROM