Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ ને નર્મદાજળથી નંદનવન બનાવવા સરકાર સજજ : ઈશ્વર પટેલ

23 March



પાણીદાર ગુજરાતઃ આધુનિક ટેકનોલોજી અને સ્માર્ટ મેનેજમેન્ટથી રાજ્ય બનશે ‘વોટર સરપ્લસ‘ સ્ટેટઃ જળસંપત્તિ-પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ

નર્મદાના પાણી કચ્છને આપવા કચ્છની યોજના માટે રૂ ૧૩૩૩ કરોડની જોગવાઇ 



  ગાંધીનગરઃ    રાજ્યના દરેક ખૂણે સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના ઉમદા આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે.એમ રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે રૂ ૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે રૂ ૪૭૩ કરોડ તથા કચ્છની યોજના માટે રૂ ૧૩૩૩ કરોડ એમ કુલ ?૩૦૪૩ કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું રાજયના નર્મદા જળસંપત્તિ વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પટેલે જણાવવીને જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાની દૂધઈ સબ બ્રાન્ચ કેનાલ માટે રૂ ૨૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ 
પટેલે તેમના વિભાગના અંદાજપત્ર અંગેની વિગતો આપતા આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યના દરેક ખૂણે સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે 
પાણી વિતરણમાં પારદર્શિતા અને ચોકસાઈ લાવવા માટે રાજ્ય સરકાર ડીઝીટાઈઝેશન પર ભાર મૂકી રહી છે રાજ્યમાં ૨૨૬૩ સ્માર્ટ વોટરપ્રો મીટર અને ૪૫૦ તે વધુ ઓનલાઈન ક્વોલિટી એનાલાઇઝર સ્થાપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જેનું રિયલ ટાઇમ મોનેટરીંગ ગાંધીનગર થી કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે પાણી પુરવઠા વિભાગ માટે કરવામાં આવેલી જોગવાઈઓની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે આ માટે કુલ રૂ. ૫૧૩૪.૪૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.તેમણે જણાવ્યું હતું કે  કચ્છ ખડીર વિસ્તાર યોજના અંતર્ગત ખડીરનાં ૧૦ ગામોના ૧૮૦ તળાવોમાં નર્મદાના પાણી પહોંચાડવા રૂ ૫૦૦.૮૫ કરોડની યોજના છે.

 

Comments

COMMENT / REPLY FROM