Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ સહિત  ૧૬ મહાનગરપાલિકા ૭૨ નગરપાલિકા  ૩૪ જિલ્લા પંચાયત માટે ની મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ 

23 March



૨૬૦ તાલુકા પંચાયતો માટેની મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ : વાંધા સૂચનો અને દાવાવાળી અરજીઓના આખરી નિર્ણય બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે

  ગાંધીનગરઃ ગાંધીધામ સહિત રાજ્યની ૧૬ મહાનગરપાલિકા ૭૨ નપાઓની મતદારયાદી જાહેર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.૧૬ મહાપાલિકા ૭૨ નગરપાલિકા અને ૩૪ જિલ્લા પંચાયત ૨૭૦ તાલુકા પંચાયતની પણ મતદાર યાદી જાહેર કરવામાં આવી હોય હવે ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય તેવી શક્યતા છે.સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે રાજ્યની ૧૬ 
મહાનગરપાલિકાઓ ૭૨ નગરપાલિકાઓ અને ૩૪ જિલ્લા પંચાયતો ૨૭૦ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજવાની થાય છે. આથી આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આજે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. વાંધા અરજીઓ રજૂ કરવા માટેની છેલ્લી તારીખ ૨૭ મી માર્ચ ૨૦૨૬ છે જ્યારે દાવા અરજી ની ચકાસણી અને દવા પરત્વે ની અરજીઓ અંગેની છેલ્લી તારીખ ૩૦ મી માર્ચ નક્કી કરવામાં આવી છે દાવા અરજીઓની ચકાસણી કરીને નિર્ણય કર્યા બાદ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ની તારીખ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે.

Comments

COMMENT / REPLY FROM