Trending News
સ્થાનિક સમાચાર

સામખિયાળી પંથકમાં ગેરકાયદેસર સળિયા કટીંગ પર પોલીસની કાર્યવાહી

23 March



 ભચાઉ - કચ્છ ઉદય : કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સામખિયાળી પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર સળિયા કટીંગના કૌભાંડ પર પોલીસે લગામ કસવાની શરૂઆત કરી છે. સ્થાનિક પોલીસે ગત રાત્રિએ ઓચિંતું ચેકિંગ હાથ ધરીને શંકાસ્પદ પાંચ વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પરથી પસાર થતી ટ્રકોમાંથી લોખંડના સળિયા ચોરી કરી તેનું ગેરકાયદેસર કટીંગ કરવાનું વ્યવસ્થિત નેટવર્ક આ વિસ્તારમાં સક્રિય હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો પાંચ વાહનો કબજે કરી સઘન તપાસ શરૂ કરી છે. 
પોલીસની આકસ્મિક કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઈસમો રાત્રિના અંધારામાં વાહનો પડતા મૂકી નાસી છૂટ્યા હતા. હાલ 
પોલીસે તમામ વાહનો જપ્ત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Comments

COMMENT / REPLY FROM