Trending News
સ્થાનિક સમાચાર

શૂન્ય પોઈન્ટની ભૂલ શૂન્ય અવકાશ સર્જાયો સરકારમાં સ્ટેમ્પ ડ્યૂટીની ગ્રાન્ટમાં નાણાકીય ભોપાળું...?

22 March


કચ્છના નવ તાલુકાની કુલ ૪૧.૪ર કરોડની ગ્રાન્ટમાં નખત્રાણાને રર કરોડ ફાળવાયા : બાકીના આઠ તાલુકાને ર૧.ર૦ કરોડ : કુછ તો ગરબડ હૈ જેઠાલાલ ગ્રાન્ટ પરત જવાની ઉજળી શક્યતા ...?


ભુજ - કચ્છ ઉદય : દર વર્ષે ગુજરાત સરકાર સબ રજિસ્ટ્રાર કચરેમાં નોંધાતા દસ્તાવેજોના કરવામાં આવતા સ્ટેમ્પ ડ્યૂટીની રકમ જે જમા થાય છે તેમાંથી જિલ્લા, તાલુકા, પંચાયતને વિકાસકામો માટે સ્ટેમ્પ ડ્યૂટીની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે ત્યારે કાલે પણ કચ્છ જિલ્લામાં નવ તાલુકામાં કુલ ૪૧ કરોડ ૪ર લાખ જેટલી ગ્રાન્ટો ફાળવાઈ છે. તેમાં નવાઈ ઈ વાતની છે કે, નખત્રાણા તાલુકાને ર૦ કરોડ પાંચ લાખ જેટલી માતબર ગ્રાન્ટ ફાળવાઈ અને સમગ્ર જિલ્લાની નવ તાલુકામાંથી એક માત્ર નખત્રાણાને આવડી મોટી રકમની ગ્રાન્ટ ફાળવતા સવામણનો સવાલ એ ઊભો થયો છે કે, નખત્રાણામાં રાતો રાત આવડા મોટા દસ્તાવેજ થયા નથી તો આવડી મોટી રકમની ગ્રાન્ટ ક્યાંથી આવે. 
જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ કોઈ ટેકનીકલ કારણસર અથવા કારકૂનની ભૂલના કારણે એકાદ શૂન્ય વધુ લખાઈ ગયો હોય અને પોઈન્ટ આગળ પાછળ થયો હોય તો લાખોની રકમને બદલે કરોડો થઈ ગઈ હોય સંખ્યા. આમ પણ બન્યું હોય જ હોય તે પણ સવાલ અહીં એ ઊભો થાય છે કે, નાણાકિય ગંભીરતા બાબતે શું આઈએએસ અધિકારી કે તેમની તાબાના અધિકારીઓ ફાઈલ નહીં જોઈએ હોય કે પછી બેદરકારી હશે આતો માત્ર ધ્યાને આવેલ કિસ્સો છે. 
આવા સમગ્ર રાજ્યમાં કેટલા નાણાકીય ભોપાળા થતા હશે ? જોકે આ સ્ટેમ્પ ડ્યૂટીની ગ્રાન્ટે જિલ્લા અને તાલુકામાં હલચલ મચાવી છે. કારણ કે, સામાન્ય સભામાં ઠરાવો પણ થયા છે અને થઈ રહ્યા છે અને બીજું પદાધિકારીઓની ટર્મ પણ પુરી થઈ ગઈ છે. વહીવટદારો પણ નિમાઈ ગયા છે પણ મધપુડો છંછેડાયો છે. માવઠાની સિઝનમાં મધ-લાર જોઈ પદાધિકારીઓ પણ કરોડોની ગ્રાન્ટોની ફાળવણી જોઈને રાતો-રાત ઠરાવો થયા. વિકાસ કામો મંજૂર થયા, રાતો રાત પ્લાન સ્ટેટમેન્ટ બન્યા અને 
રાતોરાત ટીએસ મંજૂર થયા. કારણ કે, રાત ઓછીને વેશ જાજા જેવો તાલ સર્જાયા. 
આ વિકાસશીલ ગ્રન્ટો બાબતે કોંગ્રેસ પણ અવાજ ઉઠાવ્યો હતો અને ચૂંટણી પહેલા લોલીપોપ સંબોધશે તેમજ આદિવાસીઓના પ્રશ્નો અંગે સંવાદ કરશે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદિવાસી વિભાગ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ નું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના તમામ આદિવાસી વિસ્તારોમાં કામ કરતા લોકો સાથે ચર્ચા અને સંવાદ માટે વિશેષ કાર્યક્રમ નું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ૨૩મીને બપોરે ૧ઃ૦૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી વડોદરા ખાતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે સંવાદ યોજાશે. આ કાર્યક્રમ આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન ના સ્વરૂપમાં યોજાશે આ કાર્યક્રમમાં સમગ્ર આદિવાસી વિસ્તારના યુવાનો મહિલાઓ કાર્યકર્તાઓ એક્ટિવિસ્ટો અને જાગૃત નાગરિકો એકત્રિત થશે અને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે.  આ કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી જોડાશે અને લગભગ એક કલાક સુધી આદિવાસી વિસ્તારના યુવાનો મહિલાઓ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે . ગુજરાતના આદિવાસી વિસ્તારોના લોકોના પ્રશ્નો સમસ્યાઓ પીડા ઓ અને આક્રોશ અને વિસ્તૃત સંવાદ કરવા માટે રાહુલ ગાંધી આવતીકાલે વડોદરાના પ્રવાસે આવી રહ્યા છે.   કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે વડોદરા ખાતે એક દિવસના પ્રવાસે આવી રહ્યા હોય તેમના સ્વાગત માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા તડામાર  તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

..................

તાલુકા વાઈઝ ફાળવાયેલ સ્ટેમ્પ ડ્યુટીની વિગત 


તાલુકાનું નામ     વેચાણ-રમાં        વેચાણ-૩માં        કુલ ગ્રાન્ટ
                        ફાળવેલ ગ્રાન્ટ    ફાળવેલ ગ્રાન્ટ
ભુજ                     ૧૦પ૦૩૬૦૦       ૮૪પ૧ર૦૩       ૧૮૯પ૪૮૦૩
અંજાર                   ૧૮૯૩૫૬૪૩    ૧૫૨૩૫૬૨૮    ૩૪૧૭૧૨૭૧
ગાંધીધામ                       ૦                ૦                     ૦
ભચાઉ                    ૫૪૧૮૨૨૯      ૪૫૮૨૧૫૪        ૧૦૫૦૧૩૮૩
મુંદરા                      ૧૮૫૫૮૭૧૯    ૧૫૦૨૦૮૬૧       ૩૩૬૮૯૫૮૦
માંડવી                      ૭૫૯૯૧૬૭      ૮૧૧૪૨૯૪       ૧૩૭૧૩૪૬૧
રાપર                          ૨૬૫૧૯૦૫    ૨૧૩૩૭૨૪       ૪૭૮૫૬૨૯
નખત્રાણા                ૧૧૧૧૪૧૭૪૪૯    ૮૯૪૨૪૭૧૨    ૨૦૦૫૬૬૪૬૧
અબડાસા                  ૨૫૭૦૯૯૮૩    ૨૦૬૮૬૨૬૭    ૪૬૩૯૬૨૫૦
લખપત                     ૨૮૫૪૨૬૦૫    ૨૨૯૫૫૩૯૬    ૫૧૫૦૮૦૦૧
                               ૨૨૯૫૭૨૬૦૦    ૧૮૪૭૧૪૨૩૯    ૪૧૪૨૮૬૮૩૯


 

Comments

COMMENT / REPLY FROM