Trending News
સ્થાનિક સમાચાર

લખપતના પ્રતિબંધિત પટ્ટામાથી કાશ્મીરીઓ ઝડપાયા!ઃ કચ્છની સરહદી સુરક્ષામાં ગાબડું કે સામાન્ય બેદરકારી ?

22 March



ઝડપાયેલા શખ્સો ફાળો ઉઘરાવવા આવ્યા હોવાની કેફિયત હળવાશથી લેવા યોગ્ય નહી : પ્રતિબંધિત વિસ્તારોમાં અજાણ્યા શખ્સોનું પદાર્પણ સુરક્ષા એજન્સીઓ માટે ‘રેડ એલર્ટ’ : ફાળો કાયદેસરનો જ ઉઘરાવતા હતા, તો પરવાનગી કેમ ન લીધ? વિના પરવાનગીએ પ્રતિબંધિત વિસ્તારો સુધી કેવા ઈરાદા સાથે ગયા?

ચંદો જ ઉઘરાવાવે હતો તો પૂર્વ કચ્છના કોઈ આર્થિક રીતે મજબુત શહેરોમાં જાય, લખપત જેવા છેવાડાના વિસ્તારોમાં આ શખ્સો ચંદો ઉઘરાવવા પહોચ્યા તે પાછળનું રહસ્ય શું?


પરવાનગીનો અભાવ : સ્થાનિક સંપર્ક, ?ડિજિટલ તપાસ કરવી જોઈએ : સીમાવર્તી કચ્છના ગામડાઓના લોકો પણ રહે વિશેષ જાગૃત : આવા કોઈ શંકાસ્પદ શખ્સો કે હિલચાલ દેખાય તો તરત જ પોલીસને જાણ કરજો’



ગાંધીધામ : કચ્છનો સરહદી વિસ્તાર હંમેશા સુરક્ષા એજન્સીઓ માટે પડકારરૂપ રહ્યો છે. તાજેતરમાં લખપત તાલુકાના પ્રતિબંધિત વિસ્તારમાંથી બે કાશ્મીરી યુવાનોની અટકાયત એ માત્ર એક પોલીસ કાર્યવાહી નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી વિના છેવાડાના સંવેદનશીલ વિસ્તારો સુધી પહોંચી જાય, ત્યારે આપણી સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થાય છે.ઝડપાયેલા યુવાનોએ ‘ફાળો ઉઘરાવવા’ આવ્યા હોવાની કેફિયત આપી છે. પ્રથમ દ્રષ્ટિએ આ કારણ સામાન્ય લાગી શકે છે, પરંતુ ભૂતકાળના અનુભવો અને કચ્છની ભૌગોલિક સ્થિતિ જોતા આ બાબતને હળવાશથી લઈ શકાય તેમ નથી. લખપત અને અબડાસા જેવા વિસ્તારો પાકિસ્તાન સરહદની નજીક હોવાથી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના છે. આવા પ્રતિબંધિત વિસ્તારોમાં અજાણ્યા શખ્સોનું પદાર્પણ સુરક્ષા એજન્સીઓ માટે ‘રેડ એલર્ટ’ સમાન છે.અહી સવાલો પણ એ જ ઉભા થઈ રહ્યા છે કે,  પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ માટે કલેક્ટર કે સક્ષમ અધિકારીની મંજૂરી હોવી ફરજિયાત છે. આ શખ્સો મંજૂરી વગર ત્યાં સુધી 
પહોંચ્યા કેવી રીતે? શું આ યુવાનોને સ્થાનિક સ્તરે કોઈનું માર્ગદર્શન કે આશ્રય મળી રહ્યો હતો? ચંદો ઉઘરાવવાના બહાને તેઓ ખરેખર શું કરી રહ્યા હતા તેની ઊંડી તપાસ અનિવાર્ય છે.  મોબાઈલ ફોન કબજે કરાયા છે ત્યારે તેમના કોન્ટેક્ટ લિસ્ટ અને લોકેશન હિસ્ટ્રી દ્વારા સત્ય બહાર આવવું જોઈએ. કચ્છમાં કાશ્મીરી શખ્સો ચંદો ઉઘરાવવાના બહાને પકડાવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે દેશની આંતરિક સુરક્ષા સામે સતત ખતરો મંડરાઈ રહ્યો હોય, ત્યારે સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોએ પણ જાગૃત બનવું પડશે. અજાણ્યા શખ્સોની શંકાસ્પદ હિલચાલ દેખાય તો તુરંત પોલીસને જાણ કરવી એ દરેક નાગરિકની ફરજ છે.અંતે, પોલીસ અને એસ.ઓ.જી.ની સતર્કતાને કારણે આ શખ્સો ઝડપાયા તે પ્રશંસનીય છે, પરંતુ હવે સમય પાકી ગયો છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સુરક્ષા કવચ વધુ મજબૂત બનાવવામાં આવે. માત્ર અટકાયત નહીં, પણ આવા બનાવો પાછળના મૂળ સુધી પહોંચીને કડક કાર્યવાહી કરવી એ જ સમયની માંગ છે.

Comments

COMMENT / REPLY FROM