Trending News
સ્થાનિક સમાચાર

ઉત્તરપ્રદેશનો ગુમ યુવાન ૪ વર્ષ પછી મળ્યો

21 March



ભુજ - કચ્છઉદય : ઉત્તરપ્રદેશનાં પુરવા જીલ્લાનાં બેરાઇચ ખારિધાર વિસ્તારનો યુવાન દુઃખીરામ (ઉ.વ. ૩૧) ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાં સતત રખડતો - ભટકતો રહ્યો હતો. ચાર વર્ષ પછી તે કચ્છનાં માંડવી તાલુકાનાં નાના ભાડિયા વિસ્તારમાંથી માનવજ્યોતનાં કાર્યકર દેવાંગભાઇ ગઢવીને મળી આવતાં તેમણે પોતનાં વાહન મારફતે આ યુવાનને માનવજ્યોત કાર્યાલયે પહોંચાડેલ. રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેને આશ્રય આપવામાં આવ્યો. સેવાશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી તેનાં ઘર - પરિવાર શોધી કાઢતાં તેને તેડવા પરિવારનાં ૭ સભ્યો ભુજ આવી પહોંચ્યા હતા. ૪ વર્ષ પછી પરિવાર સાથે તેનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોનાં જણાવ્યા મુજબ તેને ૭ વર્ષની દીકરી છે. તેની પત્ની-દીકરી બંને પિયરમાં છે. જે પણ હવે દીકરીને લઇ ફરી પાછી પતિ સાથે રહેવા આવી જશે. આજે તે ૩૫ વર્ષનો થઇ પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દીપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, વાલજી કોલી, દીપક મોમાયા, ચાંદુભા ચૌહાણ, મનીષ મારાજ સહભાગી બન્યા હતા.
----- 

 

Comments

COMMENT / REPLY FROM