Trending News
સ્થાનિક સમાચાર

અંતરજાળમાં ગેસ લિકેજથી ઘરમાં ભીષણ આગ, પિતા-પુત્રી દાઝયા 

21 March



મંગલ વિલા રેસિડેન્સીમાં વહેલી પરોઢે બની ઘટના : ઘર વખરીમાં વ્યાપક નુકસાન

ગાંધીધામ - કચ્છ ઉદય : તાલુકાના અંતરજાળ ખાતે આવેલ મંગલ વિલા રેસિડેન્સીના મકાન નં.૧૭ મા આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. જેમાં તમામ ઘરવખરી બળી ગઈ હતી. આ બનાવમાં પિતા-પુત્રીને ઈજાઓ થઈ હતી.  આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગેસ લિકેજના કારણે આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ઘરમાં ફેલાઈ ગઈ કે, તમામ ઘરવખરી બળીને ખાખ થઈ હતી. દીવાલનું ફર્નિચર, બારી-દરવાજા, પીઓપી તમામ બળી જતા વ્યાપક નુકસાન થયું છે. ફાયર વિભાગે આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘરમાં પિતા-પુત્રી હતા જેઓને ઈજાઓ થતા ૧૦૮ મારફતે સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કે રાત્રિના ગેસ લિકેજ થયો અને આખા ઘરમાં ફેલાઈ ગયો અને સવારે સ્ટવ ચાલુ કરતા બનાવ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 
આ બાબતે આદિપુર પીઆઈ એમ.સી.વાળા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આગની આ ઘટનામાં પિતા-પુત્રીને ઈજાઓ થઈ છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તબક્કે ગેસ લિકેજના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.


 

Comments

COMMENT / REPLY FROM