Trending News
સ્થાનિક સમાચાર

પેટ્રોલપંપને સપ્લાય માટે ટેન્કર ભરવામાં ભારે ગોલમાલ

21 March




અમુક પેટ્રોલ પંપ સંચાલકોને પાંચ ટેન્કર ભરી દેવામાં આવે છે અને અમુકની બાદબાકી : અધિકારીઓની મનસુફી મુજબ કરાતો હોવાની ફરિયાદ : અમુક પેટ્રોલ પંચ સંચાલકો ત્રણ દિવસથી ટેન્કર ભરાવાની રાહ જોતા બેઠાઃ સરકાર નજર રાખી તપાસ કરી અને કહેવાતી ગેરરીતી કરનારા સામે ધાક બેસાડનારી કાર્યવાહી કરે તે જરૂરી : મધ્ય પૂર્વના યુદ્ધનો ગેરફાયદો ઉઠાવનારા દરેક તત્વો ઉપર સરકારની બાજનજર રાખવી જરૂરી


ભુજ - કચ્છઉદય : મધ્ય પૂર્વના દેશમાં ચાલી રહેલી લડાઈ વચ્ચે ભ્રષ્ટ લોકોનું ભેજુ તેનો કેટલી હદે ગેરલાભ ઉઠાવવો તેમાં જ પડ્યું રહે છે. એવી ફરિયાદ મળી છે કે પેટ્રોલ પંપના ડીલરોને જ્યાંથી પેટ્રોલના ટેન્કર ભરી દેવાના હોય તે જગ્યાએ આઈઓસી અને એચપીએસ સહિત અનેક ડેપોમાં ગેર ફાયદો ઉઠાવી રહ્યા છે. આઈઓસી સહિત ડેપોમાંથી કોઈક એકાદ પેટ્રોલપંપના માલિકને એકી સાથે મોટી ગાડી પાંચ ટેન્કર ભરી આપવામાં આવે છે અને બીજા પેટ્રોલ પંપના માલિકો ત્રણ - ત્રણ દિવસથી રાહ જોઈ અને બેઠા છે, પરંતુ એક પણ ટેન્કર ભરી દેવામાં આવતું નથી. 
નવાઈની વાત તો એ છે કે જેમને પાંચ ટેન્કર ભરી દેવાયા છે તેમનો ફક્ત એક જ પેટ્રોલ પંપ છે અને જે રાહ જોઈને અને બેઠા છે એમના એકથી વધુ પેટ્રોલ પંપ છે. આને કારણે પેટ્રોલ પંપના માલિકોમાં ખૂબ જ રોષની લાગણી ફેલાઇ છે. આવા વર્તન સામે બળાપો વ્યક્ત કરી અને ઉચ્ચ કક્ષાએ આ તત્વોનો પર્દાફાશ કરી અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવા માટે સક્રિય થઈ ગયા છે. પેટ્રોલ વિતરણમાં ડેપો ડિવલરીમાં  ગોલમાલને કારણે અનેક પેટ્રોલ પંપ બંધ રહે તેવી શક્યતા ઊભી થઈ જાય અને બંધ પણ થઈ ગયા છે. તેનાથી લોકોમાં પેટ્રોલની અછત થઈ હોવાનો ભય ફેલાયો છે, પરંતુ વાસ્તવમાં પેટ્રોલનો જથ્થો ઘણો છે ત્યારે તેમાં અરાજતા ફેલાવવાના કારસા કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી જવાબદાર તંત્રો કરે તેવી જરૂરિયાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમુક પેટ્રોલ પંપ સંચાલકોની આઈઓસી કંપનીના જવાબદારો સાથે સાંઠ - ગાઠ કરીને હાલની પરિસ્થિતનો લાભ લઈ રહ્યા છે. આ બાબતે ઉપલી કક્ષાએથી તપાસ કરવામાં આવે તો મોટા ભોપાળો બહાર આવે તેમ છે. કંપનીના સેલ્સ સહિતના જવાબદારોની તપાસ જરૂરી છે તેવું પેટ્રોલ પંપોના સંચાલકો ફરિયાદો કરી રહ્યા છે. 



 

Comments

COMMENT / REPLY FROM