ગાંધીધામમાં વેરહાઉસમાંથી દારૂ ભરીને જતા શખ્સને ઝડપી લેવાયો
ર.૭૦ લાખની દારૂની ૭૦ બોટલો કબજે કરાઈ
ગાંધીધામ - કચ્છ ઉદય : શહેરમાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મીઠીરોહર જીઆઈડીસી ખાતે દિલીપ મીણાના બોન્ડના વેરહાઉસમાંથી આઈ-ર૦ ગાડીમાં દારૂ ભરીને એક શખ્સ નીકળ્યો છે અને ગાંધીધામ બાજુ આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીએ બસ સ્ટેશન પાસે વોચ ગોઠવીને કારને રોકવાનો ઈસારો કર્યો હતો. જોકે, ચાલકે ગલીમાં કાર ભગાડવાની કોશીશ કરી હતી પરંતુ આગળ કાર જઈ શકે તેમ ન હોવાથી ઊભી રહી જતા પોલીસ દ્વારા ચાલકને પકડી લેવામાં આવ્યો હતો. જેમાં અંતરજાળ રવેચીનગરના કુલદીપસિંહ જયેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવાયો હતો. તેના કબજાની પાંચ લાખની કાર નં.જીજે૩૯ - સીબી - ૦૧૦૬ માંથી દારૂની એક લીટરની ૪૦ બોટલ કિંમત રૂા.૧.૬૦ લાખ અને ૭પ૦ એમએલની ૩૦ બોટલ કિંમત રૂા.૧,૦૯,પ૬૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ બનાવમાં વેરહાઉસવાળા દિલીપ મીણા, દારૂનો જથ્થો ભરાવનાર બન્ટી મીણા, દેવેન્દ્રસિંહ જાડેજા અને દારૂ મંગાવના રાકેશભાઈ સામે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments