અંજારમાં ચુલામાં આગ લાગતા દાઝી જવાથી યુવાનનું મોત
રાપરના દુધ ડેરી વિસ્તારમાં યુવતીનું મોત : સામખિયાળીમાં યુવાને આપઘાત કર્યો
ભુજ - કચ્છ ઉદય : જિલ્લામાં અપમૃત્યુની અલગ અલગ ત્રણ ઘટનાઓ સામે આવી છે. અંજાર પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ કંડલા એરપોર્ટ પાસે શાંતિધામમાં આવેલ ૯-એવન્યુમાં રહેતા ર૧ વર્ષિય તાસીમ શબીર પોતાના ઘરે ચુલામાં રસોઈ બનાવતા હતા ત્યારે અકસ્માતે આગ લાગતા દાઝી જવાના કારણે સારવાર માટે રામબાગ હોસ્પિટલ ત્યાંથી ભુજ જી.કે.માં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કમનશીબે સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવને પગલે અરેરાટી ફેલાઈ હતી. આ તરફ રાપરમાં દુધ ડેરી વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષિય મલુબેન રમજાનભાઈ કુંભારે કોઈ અગમ્ય કારણોસર બાથરૂમમાં પડેલ અજાણ્યો પદાર્થ પી લેતા મોત થયું હતું. રાપર પોલીસે એડી દાખલ કરી હતી. જ્યારે ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે શુલભ સોસાયટીમાં ર૮ વર્ષિય ભરતભાઈ ખીમાભાઈ સોલંકીએ લુંગી બાંધી પંખા વડે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. જે મામલે સામખિયાળી પોલીસે એડી દાખલ કરી હતી.
........
અંજાર-ગાંધીધામ હાઈવેના કટ પાસે ટ્રેઈલર હડફેટે આધેડનું મોત
અંજાર-ગાંધીધામ હાઈવે રોડના સર્વિસ રોડ પર આશીર્વાદ ઈમ્પેક્સથી થોડે દૂર કટ પાસે અકસ્માત થયો હતો. ફરિયાદી વરસામેડીમાં રહેતા વીજેશસિંઘે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પિતા દેવશંકરસિંઘ સાઈકલ લઈને જતા હતા ત્યારે ટ્રેઈલર નં.જીજે૧ર - ડબ્લ્યુ - ૮૮૯૦ ના ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. જેને પગલે અરેરાટી ફેલાઈ હતી. આ તરફ નવી મોટી ચીરઈના બ્રીજ પાસે પગપાળા જતા યુવાનને કોઈ અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારવાની ઘટનામાં જાગૃત્ત નાગરિકે ભચાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
.......

Comments