મોરબી જિલ્લો ઝડપથી કચ્છ રેન્જમાં ભળી જાય તો સારૂં? અમુક ભ્રષ્ટ ખાખીધારીઓ કેમ રાખી રહ્યા છે માનતાઓ.!
રાજકોટ રેન્જ આઈજી પદે નિર્લિપ્ત રાયની નિમણુક બાદ વહીવટદાર લોબીમાં ફેલાઈ ગયો છે મોટો ફફડાટ : અમુકે તો આ જીલ્લો ઝડપથી કચ્છ સરહદી એકમમાં જોડાઈ જાય તેવા નારિયેળ માન્યા
ગાંધીધામ : ગુજરાત રાજયના પોલીસ બેડામાં તાજેતરમાં જ ધરખમ ફેરફારો કરવામા આવ્યા હતા. અધિકારીઓની બદલીઓના લીધે જે-તે જિલ્લાઓના પોલીસ બેડામાં પણ આંતરીક ચર્ચાઓ જોર પકડી રહી છે ત્યારે હાલના સમયે કચ્છના પાડોશી એવા મોરબી જિલ્લામાથી પોલીસ બેડામાં એક એવો સુર ઉઠતો સંભળાઈ રહ્યો છે કે, હવે મોરબી જિલ્લો ઝડપથી કચ્છ બોર્ડર રેન્જમાં ભળી જાય તો સારૂ? આ માટે અમુક ખાખીધારીઓ તો માનતા પણ રાખી આવ્યા હોવાની સ્થિતી ચર્ચાય છે. કેમ આવુ થઈ રહ્યુ છે તેની ભીતરમાં જો ડોકીયુ કરીએ તો રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણુક થઈ ત્યારથી જ મોરબી પોલીસ વિભાગમાં કેટલીક મુશ્કેલીઓ અને વહીટદારોની મૂંજવણો વધી જવા પામી હોવાનુ ચર્ચાય છે. રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણુક થતા જ મોરબી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોતાની કડક
છાપ અને આક્રમક કાર્યશૈલી માટે જાણીતા શ્રી રાયના આવવાથી ઈમાનદાર અધિકારીઓમાં ઉત્સાહ છે પરતુ વરસોથી અડીંગો જમાવીને બેઠેલા વહીવટદારો અને ભ્રષ્ટ કર્મચારીનીઉંઘ હરામ થઈ ગઈ છે. જાણકારો તો કહી રહ્યા છે કે મોરબી પોલીસના દુધમાં જ કેસર જેવી મલાઈદાર કમાણી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે. જે વહીવટદારો બે હાથે લાંચરૂપી લાડુ જમતા હતા તેઓ હવે મુશ્કેલીમાં મુકાયા છે.નવા અધિકારીના આગમ સાથે જ ખનીજચોરી, કોલસાચોરી, બેનંબરી ધંધાઓ પર લગામ કસાઈ છે. જેના કારણે ગેરકાયદેસર કમાણી પર નભતા તત્વો હવે હવામાં ફાંફા મારી રહ્યા છે.અને એટલે જ આવા અમુક તત્વો હવે માનતાઓ માની રહ્યા છે કે, મોરબી જિલ્લા ેજલ્દીથી કચ્છ રેન્જમાં ભળી જાય. આ પાછળનુ મુખ્ય કારણ નીર્લિપ્ત રાજયની કડક દેખરેખમાથી બચવાનો હોવાનુ ચર્ચાય છે. હાલમાં તો સમગ્ર રાજકોટ રેન્જ સહિત કચ્છ પાટણ અને બનાસકાંઠા સુધી આ વિષય ભારે આંતરીક ચર્ચાઓનું કેન્દ્ર બન્યો છે. ભ્રષ્ટ અમુક ખાખીધારીઓ માટે હવે ટકી રહેવુ મુશ્કેલ બની રહ્યુ હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે.

Comments