રવાપરમાં ત્રણ દિવસથી પાણી કાપથી ભારે મુશ્કેલી
તહેવારો અને ઈદના દિવસો છતાંય પાણીબંધ : ૪૦૦ની મુખ્ય લાઈનમાં દોઢ કિ.મી. લાઈન બદલવા ટેન્ડર મંજૂર છતાંય તંત્ર કેમ કામ કરતું નથી ? : લેખિતમાં ખાત્રી છતાંય કામયી રામાયણ : કોંગ્રેસ મહામંત્રી
ભુજ - કચ્ત્છઉદય : નખત્રાણા તાલુકાના રવાપર વિસ્તારમાં પાણી પુરવઠા તંત્રના પાપે ઉનાળાની શરૂઆતથી જ ત્રણ - ત્રણ દિવસના પાણી કાપથી રવાપર વિસ્તારના નાગવીરી, ઘડાણી, વાલ્કા સહિતના ગામોમાં ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેમાં પણ તહેવારોના પગલે ઈદ હોવા છતાંય ઉપરથી ફલો ઓછો છે. લેવલ ચાલુ છે તેવા જવાબ સિવાય કોઈ જ રાહત આ વિસ્તારને મળી નથી, જે અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અશ્વિનભાઈ રૂપારેલે આ પ્રશ્ને કલેકટરને પત્ર લખી કાયમી ઉકેલ લાવવા વિનંતી કરાઈ છે.
શ્રી રૂપારેલના જણાવ્યચા અનુસાર ૪૦૦ની લાઈનને જોડતી આ ગામોની યોજનામાં દોઢ કિ.મી. પાઈપ સડી ગયા છે, જે માટે ટેન્ડર પણ મંજૂર થયેલ છે, છતાંય લાઈન ન બદલતાં માત્ર ર૦૦ ફલોથી પાણી મળે છે, જેથી તપાસ કરીને લાઈન બદલવા અને તંત્રની લેખિત મૌખિક ખાત્રી છતાંય તંત્ર દ્વારા ઉપરથી પાણી ફલો નથી જેવા બહાના હેઠળ આ વિસ્તારને પરેશાન કરાય છે, જેમાં લોકોની સાથે મુંગા પશુધન પણ હેરાન થાય છે. તંત્ર વહેલી તકે નિયમિત પાણી અને દોઢ કિ.મી. લાઈન બદલશે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવવાની ફરી ફરજ પડશે તેવી ચીમકી પત્રમાં અપાઈ હતી.
---

Comments