Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના હોદ્દેદારો દિલ્હી સાંસદ ઘેરાવ હલ્લાબોલમાં જોડાયા

20 March



ભુજ - કચ્છઉદય : ૧૬મી માર્ચના ઓલ ઈન્ડિયા યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચીબજીના અધ્યક્ષ સ્થાને દિલ્હી ખાતે જંતર - મંતર પર યુથ કોંગ્રેસના હલ્લા બોલ વિરોધ પ્રદર્શનમાં ભારત વિરોધી યુએસ ટ્રેડ ડીલ સાંસદ ઘેરાવ હલ્લા બોલ કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાત પ્રદેશમાંથી યુવક કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિહ વણોલ તેમજ પશ્ચિમ કચ્છ યુવક કોંગ્રેસના પ્રમુખ રાજદીપભાઈ દેવધર તેમજ મહામંત્રી જીગર જોષી ગુજરાતના અનેક યુવક કોંગ્રેસ કાર્યકરો દિલ્હી પહોંચી વિરોધ પ્રદર્શન જોડાયા, ખાસ કરીને કેન્દ્ર સરકારની નીતિઓ સામે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.
યુવાનોના હક્ક તથા ખેડુતોના હક્ક અને જનહિતના મુદ્દાઓને લઇને આયોજિત આ "હલ્લા બોલ" કાર્યક્રમમાં દેશભરના યુવાનો એક મંચ પર આવી પોતાની એકતા અને સંકલ્પનો પરિચય આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂણ થયો હતો અને યુવાનોમાં નવી ઉર્જા અને સંઘર્ષની ભાવના જગાવી હતી.
--------

Comments

COMMENT / REPLY FROM