Trending News
સ્થાનિક સમાચાર

બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા નિવૃત્ત કર્મચારીઓને રૂા. એક - એક લાખની ભેટ

20 March



ભુજ - કચ્છઉદય : બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ બિદડા સર્વોદય ટ્રસ્ટ તથા માયાબેન અને રમેશભાઈ દેઢિયા, ભુજપુર હાલે યુએસએના સહયોગથી ટ્રસ્ટમાં આશરે ૪૦ વર્ષો સુધી સેવાઓ આપી નિવૃત્ત થયેલા ત્રણ કર્મચારીઓને રૂપિયા એક - એક લાખની ભેટ આપવામાં આવી હતી. ભેટ મેળવનાર નિવૃત્ત કર્મચારીઓમાં શંકરભાઇ અદેપાલ, દેવચંદભાઈ પચાણ અને મોહનભાઇ પરમારનો સમાવેશ થાય છે. ત્રણેય કર્મચારીઓએ ટ્રસ્ટ સાથે લાંબા સમય સુધી નિષ્ઠા, પ્રમાણિકતા અને સમર્પણભાવથી સેવા આપી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
બિદડા સર્વોદય ટ્રસ્ટ તથા માયાબેન - રમેશભાઈ દેઢિયાના સંયુક્ત સહયોગથી આપવામાં આવેલી ભેટ કર્મચારીઓ પ્રત્યેની કદર, લાગણી અને કૃતજ્ઞતાનું પ્રતિબિંબ છે. વર્ષો સુધી સંસ્થાને સમર્પિત રહી સેવા આપનાર કર્મચારીઓના યોગદાનને માન આપી આ પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. આ પહેલ સંસ્થામાં કાર્યરત અન્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે અને સંસ્થા પ્રત્યે વધુ લગાવ તથા કર્તવ્યનિષ્ઠાની ભાવનાને બળ આપશે. આ પ્રસંગે નિવૃત્ત કર્મચારીઓના દીર્ઘ સેવાકાળને યાદ કરી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
કર્મચારીઓએ બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાનું આભાર વ્યક્ત કર્યું હતું આ પ્રોત્સનના લીધે બીજા કર્મચારીઓ પણ ભાવ પ્રેમ થી કામ કરશે અને  નિવૃતિના સમયે જે વર્ષો સુધી કામ કરશે એમણે પેન્શન ગ્રજુટી અને પ્રોત્સાહન ભેટ મળશે તે એમના જીવનમાં ગણી ઉપયોગી થશે એવું  જણાવ્યું હતું.
-------

 

Comments

COMMENT / REPLY FROM