કચ્છ યુનિ. રસાયણશાસ્ત્ર ભવન દ્વારા રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ
ભુજ-કચ્છઉદય : કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવન દ્વારા કે.સી.જી., ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા અનુદાનિત બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભમાં કચ્છ જિલ્લાના ઔધોગિક ફેડરેશનના પ્રેસિડેન્ટ નિમીષભાઈ ફડકે, યુનિવર્સિટીના કુલપતિ ડો.મોહન પટેલ, કુલસચિવ ડો. અનિલ ગોર અને વિજ્ઞાન વિદ્યાશાખાના ડિન, રસાયણશાસ્ત્ર ભવનના વડા અને આ કોન્ફરન્સના કો-ઓર્ડિનેટર ડો.જ્યોતિન્દ્ર ભટ્ટ મંચસ્થ રહ્યા હતા.
ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન “ફોકીયા”ના ચેરપર્સન નિમીષ ફડકે કોન્ફરન્સના ગેસ્ટ ઓફ ઓનર રહ્યા હતા. તેમણે આ નેશનલ કોન્ફરન્સને આજના સમયની માંગ અને વિકાસના દ્રષ્ટિકોણથી એકદમ યોગ્ય ગણાવીને આધુનિક ઔધોગિકીકરણમાં ગ્રીન-કેમેસ્ટ્રિનો એપ્રોચ કેવો હોવો જોઈએ, તે બાબતનું પ્રેઝન્ટેશન પણ આપેલ. કુલ ૧૮૦થી વધુ વિજ્ઞાનની વિવિધ શાખામાંથી ભાગ લઇ રહેલા પીએચડી સંશોધનકારો, વિવિધ ઇન્ડસ્ટીઝમાંથી આવેલા ઉત્પાદકનકર્તા પ્રતિનિધિઓ, યુનીવર્સીટીના પ્રોફેસરો, અન્ડર-ગ્રેજ્યુએટ અને પોસ્ટ-જ્યુએટ વિદ્યાર્થીઓને નિમીષ ફડકે તેમના વ્યાખ્યાનમાં આધુનિક અને વિકસિત ભારતની પરિકલ્પનાને શિક્ષણ અને ઉદ્યોગ ભેગા મળીને કઈ રીતે સાકાર કરી શકાશે, તે બાબત પણ વિસ્તૃત રીતે જણાવી હતી.
કુલપતિ ડૉ.મોહન પટેલે આ કોન્ફરન્સને એક માધ્યમ ગણાવીને પીએચડી સંશોધનકારો, વિદ્યાર્થીઓ, જુદીજુદી ઈન્ડસ્ટ્રીઝમાંથી આવેલ તજજ્ઞો, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો દ્વારા વધુને વધુ સંશોધન થતું રહે અને સમાજ ઉપયોગી અને આજની જરૂરીયાતને પહોચી વળવાના કાર્યમાં યુનિવર્સીટીનો ફાળો સતત વધતો રહે, તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. યુનિવર્સીટીના કુલસચિવ ડૉ.અનીલ ગોરે જણાવ્યું કે આ ઉદ્યોગોના વિકાસ ફક્ત કેમેસ્ટ્રી દ્વારા વધ્યો અને હવે તેને સાચી રીતે “સસ્ટેનીબીલીટી - ડેવલોપમેન્ટ” ગ્રીન કેમેસ્ટ્રી દ્વારા જ આપી શકાશે. કોન્ફરન્સના કો-ઓર્ડિનેટર અને સાયન્સ વિદ્યાશાખાના ડીન ડૉ. જ્યોતીન્દ્ર ભટ્ટે આ નેશનલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, સસ્ટેનીબીલીટી - ડેવલોપમેન્ટ ત્યારે જ શક્ય બને જયારે યુનિવર્સીટી અને ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને ટેકનોલોજીનો ઉપયોગ ગ્રીન-કેમેસ્ટ્રીના માધ્યમ દ્વારા કરીને અત્યારની જરૂરીયાત માટે નવા સંશોધનો કરી તેની પેટન્ટ મેળવી સમાજને પ્રદાન કરે. જે માટે રસાયણશાસ્ત્ર ભવન સતત કાર્યરત અને પ્રયત્નશીલ છે, તેમ જણાવ્યું હતું. સંચાલન રસાયણશાસ્ત્ર ભવનમાં પીએચડી કરી રહેલ મૈત્રી પોમલ અને શ્રુતિ બારમેડા દ્વારા કરવામાં આવેલ હતું.
પ્રથમ દિવસે જુદા જુદા બે પ્રકારના ટેકનીકલ સેસન્સ રાખવામાં આવેલ હતા. જેમાં ભારતની પ્રખ્યાત યુનિવર્સીટીઓના નિષ્ણાત પ્રોફેસરોના વ્યાખ્યાનો ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં રાખવામાં આવેલ હતા. જેમાં કાઝરી સંસ્થાના ડો. મનીષ કાવંત, પંજાબ લવલી પ્રોફેશનલ યુનિવર્સીટીના ડૉ. જાનદીપસિંઘ, મહારાષ્ટ્ર અમરાવતી યુનીવર્સીટીના પ્રો.(ડૉ). અનિક નાયકે, જુનાગઢ એગ્રીકલ્ચરલ યુનિવર્સીટીના પ્રો.(ડૉ). એચ.પી.ગજેરા અને કચ્છ યુનિવર્સીટીના એન્વાયરમેન્ટ એન્ડ લાઇફ સાયન્સના હેડ ડૉ.મૃગેશ ત્રિવેદી દ્વારા વ્યાખ્યાનો અપાયેલ. તમામ નિષ્ણાત પ્રોફેસરોએ તેમના સંશોધન અને આધુનીક સમયની જરૂરિયાત પર ભાર મુકીને સસ્ટેનીબીલીટી-ડેવલોપમેન્ટ માટે વિવિધ પ્રકારના ગ્રીન એપ્રોચનું માર્ગદર્શન અપાયેલ. ભાગ લેનારા સભ્યોમાંથી ઉત્સુક અને જ્ઞાન પિપાસુઓ દ્વારા પુશ્હ્યેલ તમામ પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ નિષ્ણાત પ્રોફેસરો દ્વારા કરવામાં આવેલ. આ બંને ટેકનીકલ સેસન્સનું સંચાલન અનુક્રમે ડૉ.વિજય રામ અને ડૉ.ચિરાગ પટેલ દ્વારા કરવામાં આવેલ હતો.
બીજા દિવસે આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા પાર્ટીસીપન્સ દ્વારા તેમના સંશોધનોનું ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવેલ.જેમાં કુલ ૫૭ જેટલા પ્રેઝન્ટેશન્સ થયેલાં. આ પ્રેઝન્ટેશન્સનું પરીક્ષણ વિજ્ઞાનના વિવિધ વિષય નિષ્ણાતો અને પ્રખ્યાત સંસ્થામાંથી આવેલ સંશોધનકારો દ્વારા કરાયેલ અને તેમાં સફળ થનારાં પાર્ટીસીપન્સને પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંક આપી એવોર્ડ સર્ટીફીકેટ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવેલ. અંતમાં તમામ પાર્ટીસીપન્સ દ્વારા આ બે દિવસ દરમિયાન મેળવેલ અનુભવ અને જ્ઞાનની છણાવટ કરાયેલ. આમ આ બે દિવસીય નેશનલ કોન્ફરન્સ સફળ રહેવા પામેલ. આ કાર્યક્રમનું સંચાલન ડૉ.ગિરીન બક્ષી દ્વારા કરવામાં આવેલ હતું.
આ નેશનલ કોન્ફરન્સને સફળ બનાવવામાં કુલપતિ ડૉ.મોહન પટેલ, કુલસચિવ ડો.અનીલ ગોરનું માર્ગદર્શન રહ્યું હતું. રસાયણશાસ્ત્ર ભવનના શૈક્ષણિક કર્મચારી ડૉ.અજય રાઠોડ અને બિન-શૈક્ષણીક કર્મચારીઓ ધૈર્યાબેન શાહ, સોનલ ડાંગેરા અને બીજલ શુક્લ, વાળા વિશ્વરાજ અને ઉષા પરમારનો સહયોગ રહ્યો હતો.
-------

Comments