Trending News
સ્થાનિક સમાચાર

બાગાયત ખેડૂતો માટે વાતાવરણમાં આવેલ બદલાવમાં આંબા-ખારેક પાકમાં કાળજી લેવા સૂચન

20 March



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના આંબા અને ખારેકની ખેતી કરતા બાગયતદાર ખેડૂતોને જણાવવામાં આવે છે કે, હાલ વાતાવરણમાં આવેલ બદલાવમાં આંબા અને ખારેક પાકમાં વિશેષ કાળજીની જરૂરીયાત છે. આંબા પાકમાં વાદળછાયાં વાતાવરણના લીધે ભેજનું પ્રમાણ વધે છે, જેનાથી ભુકીછારો અને કાલવ્રણ જેવા ફુગ જન્ય રોગો અને  મધિયાનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે. જેના માટે વાતાવરણ ચોખુ થયા પછી તરત જ ફુગનાશક દવા જેવી કે બ્લુકોપર ૪૦ ગ્રામ + સ્ટેપટ્રોસાયક્લીન ૨ ગ્રામ/૧૫ લી. પાણીમાં, કાર્બેંન્ડાઇજીમ ૧૨%  ડબલ્યુએસ + મેન્કોજેબ ૬૩% ડબલ્યુએસ (૩૦-૪૦ ગ્રામ/૧૫ લિટર પાણી માં), હેકજાકોનાજોલ ૫% ઈસી (૨૦ થી ૨૫ મીલી/ ૧૫ લિટર પાણી માં) દવાનો છંટકાવ કરવો. જીવાત ના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ (૧૭.૮ એસએલ ૩ થી ૪ મીલી/ ૧૦ લિટર પાણીમાં) અથવા થાયોમીથોકજામ ૨૫% ડબલ્યુજી (૪ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં) સાથે સાથે નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ ટાળવો જોઇએ. તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે ફુગજન્ય રોગો માટે ખાટી છાસ નો (૩-૪ લીટર/ ૧૦૦ લિટર પાણી માં). અને જીવાત માટે નિમાસ્ત્ર (૩ થી ૪ લીટર/૧૦૦ લીટર પાણીમાં) નો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. ખારેકની ખેતી કરતા ખેડૂતોને જણાવવામાં આવે છેકે જેઓને હાલ પોલીનેશન ચાલુ હોય અને છેલ્લા બે દિવસમાં પોલીનેશનલ કરેલ હોય તેઓએ ફરીથી છેલ્લા બે દિવસોમાં કરેલ હાથાઓ પર ફરીથી પોલીનેશન કરવાની ભલામણ કરવામાં આવે છે.  
--------

Comments

COMMENT / REPLY FROM