Trending News
સ્થાનિક સમાચાર

મેઘપર બોરીચીમાં યુવતી પર બળાત્કાર ગુજારી રૂપિયા પડાવાયા

20 March



ગાંધીધામ - કચ્છઉદય : અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં રહેતી યુવતી પર બળાત્કાર ગુજારી વીડીયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવાયા હતા. આ બાબતે ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી મહમદ ઈકબાલ ખાને ફરીયાદીની મરજી વિરૂદ્ધ અવારનવાર શારીરિક સબંધ બાંધી તેનો ચોરીછુપીથી વીડીયો બનાવી બાદમાં વીડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી, બેંક ખાતામાં રહેલા ૪૭ હજાર અને ભાઈના ખાતામાંથી ૩ર હજાર મળી ૭૯ હજાર રૂપિયા પડાવી લીધા હતા. તેમજ માર મારી નિકાહ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જેથી ભોગ બનનારે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM