લગ્નની લાલચ આપી તમીલનાડુના પરિવારે કીડાણામાં કરી ૧૮.રપ લાખની ઠગાઈ
લગ્ન અને બીઝનેશ માટે લોન કરાવી ૧૮.રપ લાખ પડાવી લીધા : સગાઈ કરી લગ્ન ન કર્યા
ગાંધીધામ - કચ્છઉદય : તાલુકાના કીડાણામાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી સગાઈ કરી લોન કરાવી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે.
આ બાબતે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી બદ્રી વેંકટેસ નારાયણે ફરીયાદી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. બન્ને વચ્ચે સબંધ બંધાયો અને સગાઈ કરી હતી. બાદમાં આરોપીએ ફરીયાદીને વિશ્વાસમાં લઈ લગ્ન અને ધંધા માટે રૂપિયાની જરૂરીયાત છે તેમ કહી ફરીયાદીના નામે ગોલ્ડલોન અને પર્સનલ લોન કરાવી હતી. આ લોનના રૂપિયા યુવતીના ઘરે જ રાખવામાં આવ્યા હતા. જો કે આરોપી બદ્રી અવારનવાર તેના ઘરે આવતો અને તેની સાથે વારંવાર શરીર સબંધ બાંધી લોનના ટુકડે ટુકડે ૧૮.રપ લાખ રૂપિયા લઈ લીધા અને સગાઈ કરી લગ્ન કર્યા ન હતા. આ કાવતરામાં તેના ભાઈ દિનેશ, ભાભી પુજાગીરી, માતા લતાએ પણ સહકાર આપ્યો હોવાનું જણાવી ચારેય જણા સામે ગાંધીધામ બી ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

Comments