ડ્રગ્સની હેરફેરમાં સગીરનો ઉપયોગ : સામખિયાળી કનેક્શન સામે આવ્યું
ગાંધીધામ - કચ્છઉદય : જિલ્લામાં ગાંધીધામ અને મુંદરામાં મહાબંદર તેમજ કંપનીઓના કારણે પરપ્રાંતિય વસ્તી વધારે છે. જેથી ખાસ કરીને આ વિસ્તારોમાં દેશી દારૂ, ગાંજો, અફીણ, પોષડોડા સહિતનું વેચાણ અને સેવન વધારે થાય છે. અવારનવાર માલ પકડાય છે, પરંતુ તે પ્યાસી પાસેથી પકડાય છે. મુખ્ય સુત્રધાર મળતા નથી. ટ્રેન મારફતે ઘણી વખત દારૂ પણ પકડાયો છે. ખાસ કરીને રેલવે સ્ટેશનો પર આરપીએફ દ્વારા ચેકીંગ કરવામાં આવતું હોઈ તેમાં સગીરને ચેકીંગ નહીં કરે તેમ મોડસ ઓપરેન્ડી માનીને સગીરો મારફતે ગાંજાની હેરાફેરી કરાવવાનો નવો કીમિયો શોધવામાં આવ્યો છે. પરંતુ અમદાવાદમાં પકડાઈ ગયા હતા.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એક સગીર બાળક બે બેગ લઇને જતો જોવા મળ્યો હતો. જેથી પોલીસને શંકા જતા તેને રોકીને બેગમાં તપાસ કરતા છ કિલો ગાંજો મળી આવ્યો હતો. સગીરની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે અંકિત ગોસ્વામી (રહે. બિહાર) સાથે આવ્યો હતો. તે રેલવે સ્ટેશનની બહાર છે અને પોલીસથી બચવા માટે બેગ લઇને બહાર આવવા સુચના આપી હતી. જેના આધારે પોલીસે અંકિત ગોસ્વામીને ઝડપી લીધો હતો. આ અંગે પીઆઇ એ પી ગામીતે અંકિતની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, દિપાંશુ નામના વ્યક્તિએ ગાંજાનો જથ્થો મોકલ્યો હતો. આ મામલ સામખિયાળીમાં આપવાનો હતો પરંતુ ત્યાં જેને જથ્થો આપવાનો હતો. તે મળ્યો નહોતો. ત્યારબાદ તેમને વડોદરા જવાનું કહ્યું હતુ પરંતુ, ત્યાં પણ કોઇ ગાંજો લેવા આવ્યો નહોતો. છેવટે તેમને અમદાવાદ ગીતામંદિર જઇને અન્ય વ્યક્તિને આપવા માટે સુચના આપી હતી. કાલુપુર ઉતરીને ગીતા મંદિર જાય તે પહેલા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

Comments