ડીપીએ-કંડલાના ચેરમેન સુશીલકુમારનો ઐતિહાસીક નિર્ણય : પોર્ટયુજર્સ-વેપારીઓને મળી મોટીરાહત
મીડલ ઈસ્ટ સંકટ વચ્ચે પોર્ટ વપરાશકારો માટે હાશકારો
મધ્ય પૂર્વમાં ભૌગોલિક-રાજકીય અશાંતિને કારણે અટવાયેલા કન્ટેનર માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા રાહતની જાહેરાત
ક્રુડ ઓઈલ-એલપીજી કટોકટીને પહોંચી વળવા માટે પ્રાથમીકતા અપાશે : ડાયરેકટર બર્થ કરી શકાશે
• ૩૧મી માર્ચ સુધીમાં ક્રેઈનભાડામાં પણ મોટો ઘટાડો કરાયો જાહેર • સ્ટોરેજ સબંધિત વ્યવસ્થાઓ વધારે સારી રીતે કરવા માટે યુદ્ધના ધોરણે ધડાઈ રહ્યો છે પ્લાન
ગાંધીધામ - કચ્છઉદય : મધ્ય-પૂર્વ એશીયામાં ઈરાન-ઇજરાયેલ-અમેરીકાના ચાલી રહેલા યુદ્ધથી દુનીયા આખયી પ્રભાવીત થવા પામી ચુકી છે. વિવિધ દેશોમાં અલગ અલગ વિકરાળ સમસ્યાઓ ઉભી થવા પામી ગઈ છે ત્યારે બીજીતરફ આ સ્થીતીમાં પણ ભારત તેના દરીયાઈ માર્ગે ચાલતા વેપાર-વાણીજયને ખુબ જ સારી રીતે યથાવત ન માત્ર રાખી રહ્યુ છે બલ્કે હવે તેને વધારે સુદ્રઢ રીતે ચલાવી શકાય તે માટે પોર્ટ યુઝર્સ વપરાશકર્તાઓ માટે પણ સધીયારો અને હાશકારો આપતી મોટી જાહેરાત કરી છે. ડીપીએ-કંડલાના વર્તમાન ચેરમેનશ્રી સુશીલકુમારસિંગ તેમની કાર્યપ્રણાલી અને સૌનો સાથ-સોનો વિકાસ-સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસના સુત્રને સતત સાર્થક કરી રહ્યા હોય તે રીતે ડીપીએ-કંડલાના પોર્ટ અને સરકારની રેવેન્યુની સાથોસાથ જ પોર્ટના કર્મચારીઓથી માંડી અને પોર્ટ યુજર્સ માટે પણ સમાંતર ચિંતાઓ સેવી રહ્યા છે અને તેની પ્રતિતિ વધુ એક વખત મિડલ ઈસ્ટ વચ્ચે ચાલી રહેલા મહાભયંકર યુદ્ધની વચ્ચે પણ થવા પામી ગઈ છે. ડીપીએ-કંડલા પોર્ટના ચેરમેનશ્રી સુશીલકુમારની દિર્ઘદ્રષ્ટી, આગવી કોઠાસુઝ ભરી વિઝનરી નીતીઓના ફરી એકવાર દર્શન થવા પામી ચુકયા છે. આવુ એટલા માટે કહી શકાય કે, મીડીલ ઈસ્ટમાં દરીયાઈ વેપાર વાણીજયની જે રીતે જીયો પોલીટીકલ સ્થિતી સર્જાઈ છે તેને જોતા કંડલા-ડીપીએ પોર્ટથી સંકળાયેલા યુજર્જને મોટો આર્થિક ફટકો સહન ન કરવો પડે અને ટ્રેડ પર સ્મુથલી ચાલુ રહે તે દીશામાં અનેવિધ રાહતરૂપ મોટા પગલાઓ લીધા હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. ચેરમેનશ્રીના આ ઐતિહાસીક નિર્ણયથી કંડલા-ગાંધીધામ તથા ડીપીએ સાથે સંકળાયેલા સૌને માટે એક મોટી રાહતનું મોજું ફરી વળશે તેમ કહેવુ જરા સહેજ પણ વધુ પડતુ નહી કહેવાય.
ડીપીએ દ્વારા જાહેર કરવામાં આવેલી ટ્રેડ નોટીસમાં દર્શાવાયેલી રાહતોની વાત કરીએ તો દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય અશાંતિ ને કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા નિકાસકારો અને પોર્ટ
વપરાશકર્તાઓ માટે મહત્વના રાહત પગલાંની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નિર્દેશો અનુસાર, પોર્ટ વહીવટીતંત્રે અટવાયેલા નિકાસ કન્ટેનરો માટે ગ્રાઉન્ડ રેન્ટ અને અન્ય શુલ્કમાં માફી
આપવાનો નિર્ણય કર્યો છે. આજ રોજ સત્તાવાર રીતે ડીપીએ કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા ટ્રેડ નોટીસ જાહેર કરી અને ડીપીએ કંડલાથી સંકળાયેલા પોર્ટ યુજર્સ માટે મોટી રાહતરૂપ અને હાશકારો સર્જતી વિવિધ ચાર્જ માફીઓની મોટી જાહેરાત કરી દીધી છે. આ નોટીસમાં વિધીવત રીતે જણાવ્યા અનુસાર મુખ્ય રાહત પગલાંઓની જો વાત કરીએ તો સૌ પ્રથમ ગ્રાઉન્ડ રેન્ટમાં ૧૦૦% માફીમાં જે કન્ટેનર ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી ટર્મિનલની અંદર હતા અથવા ૮ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૦૭ઃ૦૦ વાગ્યા સુધી ગેટ-ઈન થયા હતા, તેમને ૧૫ દિવસ સુધી (૨૮ ફેબ્રુઆરીથી ૧૪ માર્ચ ૨૦૨૬ સુધી) ગ્રાઉન્ડ રેન્ટ/ડ્વેલ ટાઈમ ચાર્જમાં ૧૦૦% માફી આપવામાં આવશે. આ ઉપરાંત રીફર કન્ટેનર ચાર્જમાં ૮૦% રાહત આપવામા આવી છે. નાશવંત વસ્તુઓ ધરાવતા અટવાયેલા રીફર કન્ટેનરો માટે રીફર પ્લગ-ઈન શુલ્કમાં ૮૦% સુધીની માફી ૧૫ દિવસના સમયગાળા માટે આપવામાં આવશે. તેની સાથોસાથ જ વધારાની સંગ્રહ સુવિધાઓ બાબતે કાર્ગો શિપ ન થાય ત્યાં સુધી ટર્મિનલના યાર્ડમાં સંગ્રહ કરવાની સુવિધા તેમજ વધારાના કાર્ગો માટે પોર્ટ દ્વારા વધારાની જગ્યા ફાળવવામાં આવી છે. ટ્રાન્સશિપમેન્ટની સુવિધાઃ અન્ય બંદરો પરથી મધ્ય પૂર્વ તરફ જતા કન્ટેનરોને કંડલા ખાતે કામચલાઉ ટ્રાન્સશિપમેન્ટ કાર્ગો તરીકે સંગ્રહ કરવા માટે કસ્ટમ વિભાગ સાથે પરામર્શ કરવામાં આવી રહ્યો છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ સ્પષ્ટ સૂચના આપી છે કે શિપિંગ લાઈન્સ, NOVCC અને ફ્રેઈટ ફોરવર્ડર્સે આ માફીનો લાભ સીધો જ મૂળ નિકાસકારો સુધી પહોંચાડવો પડશે. આ નિર્ણય ચેરમેન, ડ્ઢઁછ ની મંજૂરીથી લેવામાં આવ્યો છે જેથી વર્તમાન કટોકટીમાં નિકાસકારો પરનો આર્થિક બોજ ઓછો કરી શકાય.
......................
કેન્દ્ર સરકાર-શીપીંગ વિભાગ-ડીપીએ ચેરમેનશ્રી દ્વારા લેવાયેલ મુખ્ય
રાહત પગલાં
૧. ગ્રાઉન્ડ રેન્ટમાં ૧૦૦% માફી ર.રીફર કન્ટેનર ચાર્જમાં ૮૦% રાહત ૩. ટ્રાન્સશિપમેન્ટની સુવિધા ૪. નિકાસ કન્ટેનરો માટે ગ્રાઉન્ડ રેન્ટ અને અન્ય શુલ્કમાં માફી
.................
ઓઈલ જેટી નં.૧ કામચલાઉ ધોરણે બંધ
ગાંધીધામ : દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ટ્રાફિક મેનેજરની કચેરી દ્વારા તમામ વેસલ એજન્ટો અને ટર્મિનલ ઓપરેટરોને એક અગત્યની યાદી દ્વારા જાણ કરવામાં આવી છે કે, કંડલા પોર્ટની ઓઇલ જેટી નંબર ૧ પર મેન્ટેનન્સ અને ડ્રેજિંગ ની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને, ઓઇલ જેટી નંબર ૧ ને તારીખ ૨૨/૦૨/૨૦૨૬ થી ૨૬/૦૨/૨૦૨૬ સુધીના સમયગાળા માટે વપરાશમાંથી પાછી ખેંચવામાં આવશે, એટલે કે આ દરમિયાન જેટી પર કોઈ કામગીરી થઈ શકશે નહીં. તમામ સંબંધિત વેસલ એજન્ટો, ટર્મિનલ ઓપરેટરો, કંડલા પોર્ટ સ્ટીમશિપ એજન્ટ્સ એસોસિએશન અને લિક્વિડ ટેન્ક ટર્મિનલ્સ એસોસિએશનને આ અંગેની જરૂરી નોંધ લેવા અને સંબંધિત પક્ષોને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે જેથી કામગીરીમાં કોઈ અવરોધ ન આવે.
.................
ઓઈલ જેટીના કામકાજનું ફેરફારવાળુ સમયપત્રક પણ કરાયું જાહેર
ગાધીધામ : ડીપીએ દ્વારા ઓઈલ જેટી ન. ૩,૪,પ પર જાળવણીના કામકાજને કારણે સમયપત્રક આજ રોજ જાહેર કરવામા અવ્યુ છે. જે સમય પત્રક જાહેર કરાયો છે આ સમયગાળા દરમ્યાન ઓપરેશન શકયતા અને બર્થની ઉપલબ્ધતાને આધારે જહાજને વૈકલ્પિક બર્થ પર પ્લાન કરવામા આવશે. સમયપત્રમાં જણાવ્યા અનુસાર ઓઈલ જેટી ન. ૩ તા. ર૧મી માર્ચથી ૧ એપ્રીલ તથા ઓઈલ જેટી ન. ૪ અને પાંચને તા. ર૮મી માર્ચથી તા. ૧ એપ્રીલ સુધી સમયકાળ દર્શાવવામા અવ્યો છે. એટલુ જ નહી પણ તમામ એજન્ટોને સુચના અપાઈ છે કે તમામ વેસલ એજન્ટો આ માહીતી તેમના પ્રિન્સીપાલ અને સબંધિત હિતધારકોને જણાવે જેથી કામગીરીમા સરળતા રહે અને કોઈ અગવડતા ઉભી ન થાય.

Comments