Trending News
સ્થાનિક સમાચાર

રાપરમાં ખરા બપોરે કરાના વરસાદથી ખેડૂતોમાં ચિંતા 

19 March


રાપરના સાય ગામે રહેણાક મકાન પર વીજળી પડતાં નુકશાન : મુંદરામાં બપોરે ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર બેટીંગ 

ગાંધીધામ - કચ્છઉદય : રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે તા. ૧૯ના રાત્રે કચ્છભરમાં ભારે પવન ફુંકાયો હતો. તો તાલુકાના સાય ગામે મોડી રાત્રેના રહેણાક વિસ્તારમાં છત પર વીજળી પડતાં છતને નુકશાન થયું હતું. જો કે, કોઈ જાનહાની થઈ ન હતી. બપોરના સમયે વાગડના રાપર વિસ્તારમાં કરા પડતાં ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે વરિયાળી, ઈસબગુલ, એરંડા, ઘઉં સહિતના પાકોને ભારે નુકશાન થયું છે. 
તો મુંદરામાં આજે બપોરે ૨ વાગ્યે ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી હતી. સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. બપોરે ૩ના ટકોરે અચાનક પવનની ગતિ વધી હતી અને મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. બાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ થઈ હતી અને અર્ધી કલાક સુધી મેઘરાજાની બેટિંગ ચાલુ રહેતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા.
--------

Comments

COMMENT / REPLY FROM