Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં એફડીઆર રિસોર્ટ પાસે નકલી નોટો સાથે બે પકડાયા 

19 March



ભુજ - કચ્છ ઉદય : શહેરમાં ડી-માર્ટની પાછળ આવેલ ન્યુ ભુજ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ એફડીઆર રિસોર્ટ પાસે રોડ પર નકલી નોટો સાથે કિશોર સહિત બે પકડાયા હતા. આ બાબતે માનકૂવા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહીં રહીમનગરના સોહિલ સલીમ ચાવડા અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી આવ્યો હતો. તેના કબજામાં રહેલી ટુવ્હીલરમાં ઠગાઈના ઈરાદે રાખેલ નકલી નોટોના આઠ બંદલ મળી આવ્યા હતા. મોબાઈલ ચેક કરતા ફેસબૂકમાં વિશાલ પટેલની આઈડી બનાવેલી હતી. તેમાં એક લાખના ચાર લાખના વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. પોલીસે એક્ટિવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ નકલી નોટો સેજવાળા માતમના આબીદખાન પઠાણ અને શેખ ફળિયાના અલીશા કાસમ શેખે આપી હતી. માનકુવા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM