પ્રદેશ ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રદેશ સંકલન સમિતિની રચના કરાઈ
પ્રદેશ સંકલન સમિતિમાં ૧૧ સભ્યોનો સમાવેશ
ગાંધીનગરઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તેમજ રાજ્ય સરકાર અને ભાજપ પક્ષના સંગઠન વચ્ચે સંકલન માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં ૧૧ સભ્યોની સંકલન સમિતિની રચના કરી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તે પૂર્વે રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે તાલમેલ માટે તેમજ સંકલન રહે તે હેતુથી લાંબા સમય બાદ પ્રદેશ ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રદેશ સંકલન સમિતિ (કોર ગ્રુપ) ની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રચવામાં આવેલી પ્રદેશ સંકલન સમિતિમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ, પ્રદેશ અનુસુચિત જનજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતસિંહ વસાવા પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ.કે.જાડેજા નો સંકલન સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે રચેલી પ્રદેશ સંકલન સમિતિ સરકાર અને સંગઠન વચ્ચેના સંકલન ને વધુ મજબૂત બનાવવા માટે તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની કામગીરીના સંકલન માટે આ પ્રદેશ સંકલન સમિતિની રચના કરવામાં આવી છે.

Comments