Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામની સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલના તબીબોએ ન્યુમોનિયાથી પીડાતા ગંભીર મહિલા દર્દીને આપ્યું નવજીવન

18 March



ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામની સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલ ખાતે તબીબોની નિષ્ણાત ટીમે ગંભીર હાલતમાં આવેલા એક ૩૬ વર્ષીય મહિલા દર્દીને નવજીવન આપ્યું છે. આ દર્દી જ્યારે હોસ્પિટલ આવ્યા ત્યારે તેમને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં અતિશય તકલીફ હતી, જેના કારણે તેમનું ઓક્સિજન સ્તર ઘટી ગયું હતું અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જતાં તેઓ અર્ધ બેભાન અવસ્થામાં હતા. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. અદિત ઝોટા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ સીટી સ્કેનમાં જમણા ફેફસામાં ગંભીર નુકસાન અને બંને ફેફસામાં ન્યુમોનિયાની અસર જોવા મળી હતી. દર્દીની ગંભીરતાને ધ્યાને રાખી તેમને તત્કાલ વેન્ટિલેટર સપોર્ટ પર મૂકી એન્ટિબાયોટિક્સ અને નેબ્યુલાઇઝેશન સહિતની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. તબીબોની સચોટ સારવાર અને દેખરેખના પરિણામે માત્ર ત્રણ દિવસમાં દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો હતો અને પાંચ દિવસની ટૂંકી સારવાર બાદ તેમને ઓક્સિજન વગર સ્થિર હાલતમાં રજા આપવામાં આવી હતી. આ સફળ સારવારમાં ડૉ. અદિત ઝોટાની સાથે ડૉ. તૌસીફ સુરહવર્દી, ડૉ. માનસી ગોપાણી અને ડૉ. દર્શન માહેશ્વરીની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
------- 

Comments

COMMENT / REPLY FROM