Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના બન્ની વિસ્તારમાં જંગલી ભૂંડનો આતંક

18 March




હુમલામાં બે લોકો ઘાયલ થતા ભયનો માહોલ


ભુજ - કચ્છઉદય : કચ્છના બન્ની પંથકમાં છેલ્લા કેટલાક સમયથી જંગલી ભૂંડોએ ભારે ત્રાસ મચાવ્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ફાળ પડી છે. તાજેતરમાં બનેલી એક ઘટનામાં જંગલી ભૂંડોએ બે વ્યક્તિઓ પર અચાનક હુમલો કરી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. આ હુમલામાં ભોગ બનેલા એક વૃદ્ધની હાલત નાજુક જણાતા તેમને તાત્કાલિક અસરથી ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં ભૂંડોનો ત્રાસ એટલો વધી ગયો છે કે લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આ ગંભીર સમસ્યા અંગે વન વિભાગને અગાઉ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. વન વિભાગની આ નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ માંગણી કરી છે કે વન વિભાગ સત્વરે હરકતમાં આવે અને માનવ જીવન પર જોખમ ઉભું કરતા આ જંગલી ભૂંડોને  વહેલી તકે પકડવાની કામગીરી હાથ ધરે જેથી અન્ય કોઈ જાનહાનિ નિવારી શકાય.
------- 

Comments

COMMENT / REPLY FROM