મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જખૌ ખાતે માછીમારોનું ચેકિંગ કરાયું
ભુજ - કચ્છઉદય : મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા, આઈજીપી એ.એમ. મુનિયા, એસપી એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઇવનું આયોજન કરવા આવ્યું હતું, જે અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં જખૌ સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા જખૌ બંદર, જખૌ જેટીથી ભારત સોલ્ટ, શિયાળ બારી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હતુ,
આ ચેકિંગ દરમ્યાન વિવિધ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી હતી અને માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો ઉપર ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલ યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાંજો, બોટો તેમજ મિશાલો જેવા યુદ્ધમાં વપરાયેલ સાધનો જે તૂટીને દરિયાના મારફતે સમાન દરિયામાં તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે જેના વિશે લોકો જાગૃત કરવામાં આવેલ છે.
---------

Comments