Trending News
સ્થાનિક સમાચાર

શાલીમાર એક્સપ્રેસને અંજાર સ્ટોપેજ મળતા સાંસદે ભારત સરકારનો વ્યક્ત કર્યો આભાર

18 March



ભુજ - કચ્છઉદય : ભુજથી ઉપડી બંગાળ તરફ જતી સાપ્તાહિક ટ્રેન શાલીમાર એક્સપ્રેસને ગાડી નંબર ૨૨૮૨૯/૨૨૮૩૦ને અંજાર રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળવા અંગે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
સાંસદે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના લોકો માટે એક મહત્વપૂર્ણ સુવિધા રૂપે અંજાર રેલવે સ્ટેશન પર ગાડી નંબર ૨૨૮૨૯/૨૨૮૩૦ ભુજ - શાલીમાર એક્સપ્રેસને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ નિર્ણયથી ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, બંગાળ તરફના પ્રવાસમાં મોટી રાહત મળશે. આ ટ્રેન સેવાને અંજાર સ્ટોપેજ મળતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી હતી.
સાંસદ દ્વારા આ સુવિધા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારત સરકાર અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે. લાંબા સમયથી અંજાર ખાતે આ ગાડીના સ્ટોપેજ માટે લોક માગણી કરવામાં આવતી હતી, જેનો હવે સ્વીકાર કરવામાં આવ્યો છે.  સાંસદશ્રી દ્વારા જણાવાયું છે કે, આ સ્ટોપેજથી સ્થાનિક વેપાર, ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે તેમજ કચ્છના લોકો માટે મુસાફરી વધુ સરળ અને સુલભ બનશે. 
------

Comments

COMMENT / REPLY FROM