ગાંધીધામ મહાનગરપાલિકાનું ૯૮ર.૬પ કરોડનું જમ્બો બજેટ રજુ
નાગરીકોની જીવનધોરણની ગુણવત્તામાં સુધારો લાવવાના એજન્ડાને બજેટમાં રખાયો છે કેન્દ્રમાં : શ્રી મનીષ ગુરવાણી
ગાંધીધામઃ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૯૮૨.૬૫ કરોડનું વ્યાપક અને વિકાસલક્ષી બજેટ વહીવટદાર તથા કચ્છ કલેક્ટર આનંદ પટેલ દ્વારા રજુ કરવામાં આવ્યું છે. આ બજેટનો મુખ્ય હેતુ શહેરના માળખાકીય વિકાસને ગતિ આપવો, નાગરિક સુવિધાઓમાં વધારો કરવો અને શહેરને આધુનિક તેમજ સુવ્યવસ્થિત બનાવવાનો છે.વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ આવક રૂ. ૭૦૯.૩૯ કરોડ અંદાજવામાં આવી છે, જેમાંથી રૂ. ૯૩.૮૩ કરોડ રેવન્યુ આવક અને રૂ. ૬૧૫.૫૬ કરોડ કેપિટલ આવકનો સમાવેશ થાય છે. જ્યારે કુલ ખર્ચ રૂ. ૭૮૪.૮૨ કરોડનો અંદાજ છે, જેમાં રૂ. ૯૮.૬૧ કરોડ રેવન્યુ ખર્ચ અને રૂ. ૬૮૬.૨૦ કરોડ કેપિટલ ખર્ચ રહેશે.શરૂઆતની બાકી રૂ. ૨૭૩.૨૬ કરોડ અને અંતિમ બાકી રૂ. ૧૯૭.૮૨ કરોડ દર્શાવવામાં આવી છે. ૧. રોડ ઇન્ફાસ્ટ્રક્ચરઃ વર્ષ ૨૦૨૫-૨૬ ના પ્રગતિ હેઠળના માર્ગોના કામોની સાથે વર્ષ ૨૦૨૬-૨૭ માં વિવિધ રોડના કામોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાંથી અમુક અગત્યના રોડના કામો નીચે મુજબ છેઃ- મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ યોજના હેઠળ આદિપુર ઘોડા ચોકડી થી ઓમ મંદિર (મણીનગર), લીલાશાહ ફાટક (એલ.સી.-૫) રેલ્વે લાઇન સમાંતર ન્યુ ગોપાલપુરી રેલ્વે સ્ટેશન થી ઇન્ડીયન ઓઇલ પેટ્રોલપંપ સુધી આશરે ૧૦.૦૦ કિ.મી. નો ૮૦.૦૦ ફુટ ઝ્રઝ્ર રીંગ રોડ રુ.૧૩૫.૦૦ કરોડના ખર્ચે ગ્રીન રીંગ રોડ ડેવલપ કરવામાં આવશે. ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા ફાળવણીઃ ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરીટી દવારા મહાનગરપાલિકા વિસ્તારના રોડ તથા સીટી બ્યુટીફીકેશનના કામો માટે રુ.૩૦.૦૦ કરોડની ગ્રાન્ટ મહાનગરપાલિકાને આપવામાં આવેલ છે. જેમાં થનાર મુખ્ય કામોની વિગત નીચે મુજબ છે. (૧) નવી કનેક્ટિવિટી માટે ટાગોર રોડ થી ડીસી-૫ થઇને કિડાણા-અંતરજાળને જોડતા નવીન રસ્તાનું નિર્માણ કરાશે, જે નવા ભળેલા વિસ્તારોને મુખ્ય શહેર સાથે જોડશે. (૨) આદિપુર ખાતે લુણંગદેવ રોડ થી મદનસિંહ સર્કલ સુધીનો રોડ વિકાસ કરવામાં આવશે. તદ ઉપરાંત હાથ ધરવામાં આવનાર મુખ્ય માર્ગોની વિગતઃ (૧) ટાગોર રોડ (સુંદરપુરી ટાંકા થઇને) થી ગોપલપુરી રેલ્વે સ્ટેશન સુધીના રસ્તાને ડેવલપ કરવાનું કામ. (૨) મુંદ્રા સર્કલ થી પ્રભુ દર્શન હોલ સુધીના રોડને ડેવલપ કરવાનું કામ. (૩) ભારતનગર મુખ્ય માર્કેટ રોડને ડેવલપ કરવાનું કામ (૪) ટ્રાન્સપોર્ટ નગર રોડને ડેવલપ કરવાનું કામ. (૫) રોટરી નગર રોડને ડેવલપ કરવાનું કામ. (૬) ગણેશ નગરમાં રોડને ડેવલોપ કરવાનું કામ આ ઉપરાંત, નવા ભળેલા વિસ્તારો માટે રોડના કામો તેમજ માખળાકીય સુવિધાઓ માટે અલગથી વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ૨. સ્ટ્રોમ વોટર ડ્રેઇનઃ ગાંધીધામ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે મંજુર થયેલ રૂ.૧૦.૦૦ કરોડના ખર્ચે નેશનલ હાઇવે સમાંતર ગ્રીન પાન થી કાર્ગો સુધીના સ્ટ્રોમ વોટર ડ્રેઇનના કામ હાથ ધરવામાં આવશે. આ વર્ષમાં હયાત ગ્રીન પાન, સરદાર પટેલ સ્ટેચ્યુ (ચાવલા ચોક), અગ્રસેન માર્ગ, ડીપીટી ઓફીસ સામેના ટાગોર રોડ વીર્થમાં આવેલ હયાત સ્ટ્રોમ વોટર ડ્રેઇનના કોસીંગને ઓગમેનટેશન કરવાની કામગીરી માટે અંદાજીત રૂ.૮ર્.ંર્ં કરોડનો ખર્ચે કરવામાં આવશે.૩. પાણી પુરવઠાઃ નલ સે જલ પ્રોજેકટ યોજના હેઠળ ય્ેંડ્ઢઝ્ર દવારા અંદાજે રૂ.૧૧૬.૦૦ કરોડના ખર્ચે રામબાગ હેડ વોટર વર્કસ પર ૨૭ એમ.એલ.ડી. ક્ષમતાનું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ગાંધીધામ મહાનગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં ઇ.એસ.આર. તથા અન્ડર ગ્રાઉન્ડ સંપ તથા રાઇઝીંગ મેઇન લાઈન તથા ડીસ્ટ્રીબ્યુશન લાઇનના કામો પ્રગતિમાં છે.રાજય સરકારશ્રીની અમૃત ૨.૦ યોજના હેઠળ અંદાજે રૂ.૪.૧૬ કરોડના ખર્ચે રાબી હેડ વોટર વર્કસ પર ઇ.એસ.આર., ૯/બી હેડ વોટર વર્કસ અને જગજીવનનગર વોટર હેડ વર્કસ પર અન્ડરગ્રાઉન્ડ સંપ તથા પમ્પીંગ મશીનરી માટેના કામો પૂર્ણ કરવામાં આવશે. હયાત પાણી
પુરવઠા નેટવર્કને શુદ્રઢ બનાવવા ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટેની પણ જોગવાઇ કરવામાં આવેલ છે. પાણી વિતરણ વ્યવસ્થામાં સુધારણા કરી પાણી વિતરણ ફીકવન્સી સુધારવા મહાનગરપાલિકા કટિબધ્ધ છે.
૪. ૩૬ ૬ ૩૬ન (કેચ ધ રેઈન)ઃ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલા “જળ સંચય, જન ભાગીદારી અભિયાન” અંતર્ગત શહેરની તમામ સરકારી ઇમારતોમાં રેઇન વોટર/રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્થાનિક સંસ્થાઓ અને એન.જી.ઓ. ની જન-ભાગીદારીના માધ્યમથી આ અભિયાન સાથે જોડાઈ ભૂગર્ભ જળના રિચાર્જિંગ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ખાનગી મકાન માલિકોને તેમજ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ધારણકર્તાઓ પાસે પણ ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરીટી મારફતે અમલવારી કરવામાં આવશે.૫. પી.એમ. ઈ-બસ સેવાઃ ગાંધીધામ મહાનગરપાલિકાને કુલ ૮૦ ઈ-બસો માટે સૈધ્ધાંતિક મંજૂરી મળેલ છે. આ અનુસંધાને સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરશન દ્વારા ફાળવવામાં આવેલ જમીન પર અંદાજીત રૂ. ૨૦ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ ઇ-બસ ડેપો તથા ચાર્જિંગ ટર્મિનલનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અમલી બનવાથી ગાંધીધામ શહેરમાં ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન મળશે તેમજ પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણમિત્ર જાહેર પરિવહન વ્યવસ્થા વિકસિત થશે. પરિણામે શહેરના પર્યાવરણના સંરક્ષણ સાથે નાગરિકોને સુવિધાજનક પરિવહન સેવા ઉપલબ્ધ થશે. ટાગોર રોડ ઉપર આંબેડકર બ્રીજની નજીક આવેલ સેકટર-૧/એ વિસ્તારમાં આવેલ ગાર્ડનમાં રુ.૩.૦૦ કરોડના ખર્ચે વિકાસના કાર્યો હાર્થધરવામાં આવશે. જેમાં એમ્ફીથિયેટર, બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક, કેફેટેરિયા તથા આકર્ષક લેન્ડસ્કેપિંગ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેથી નાગરિકોને ઉત્તમ મનોરંજન અને સુવિધાસભર જાહેર સ્થળ ઉપલબ્ધ થઈ શકે. ગૌરવ પાર્કઃ રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કરાયેલ જાહેરાત અન્વયે શહેર વિસ્તારમાં ગૌરવ
પાર્કનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે, જેના માધ્યમ થી નાગરિકોને હરવા-ફરવા તેમજ મનોરંજન માટે સુવિધાસભર જાહેર સ્થળ ઉપલબ્ધ થશે. સુગમ્ય યોજનાઃ દિવ્યાંગજનો માટે સુગમ્યતાના ધોરણોને અનુરૂપ શહેરના બગીચાઓનો વિકાસ કરવામાં આવશે, જેથી દિવ્યાંગજનો પણ સરળતાથી બગીચાઓની સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. તળાવઃ હાલમાં, રૂ.૮.૦૦ કરોડના ખર્ચે અંતરજાળ તળાવના વિકારાના કામની કામગીરી ચાલી રહી છે. આ વર્ષે સરકારશ્રીની આગવી ઓળખની ગ્રાન્ટ માંથી રૂ.૧૨.૦૦ કરોડના અંદાજિત ખર્ચે કિડાણા તળાવનું સૌંદર્થીકરણનું કામ હાથ ધરવામાં આવશે. ૮. ટાઉનહોલ વિકાસઃ સરકારશ્રીની આગવી ઓળખની ગ્રાન્ટ માંથી નાગરિકોની સુવિધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ટાઉનહોલનું અંદાજીત રૂ.૧૨.૦૦ કરોડના ખર્ચે રી-ડેવલપમેન્ટ કરવામાં આવશે. ૯. યોગા સ્ટુડિયો અને સ્પોટ્ર્સ ફેસિલિટીઃ નાગરિકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે શહેરમાં યોગા સ્ટુડિયો અને રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. ૧૦. લાયબ્રેરી અને ગ્રીન સ્પેસહાલમાં ગાંધીધામમાં રૂ.૪.૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ લાયબ્રેરીનું કામ પ્રગતિમાં છે. આ વર્ષમાં દિનદયાલ પોર્ટ ઓથોરીટી ના ઝ્રજીઇ ફંડ માંથી આદિપુર ખાતે મંજુર થયેલ લાયબ્રેરી ના અપગ્રેડેશનનું કામ તથા તેની બાજુની જગ્યામાં ઓપન જીમ અને ગ્રીન સ્પેસ બનાવવાનું આયોજન કરવામાં આવશે. ૧૧. એ.બી.સી. સેન્ટરનામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ કાર્યક્રમોની મહત્વતા પુનઃકરવામાં આવતા તથા કેન્દ્ર સરકાર/છઉમ્ૈંની માર્ગદર્શિકા અનુસંધાને આ વર્ષે ૧૦૦ શ્વાનોની ક્ષમતા ધરાવતા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે તથા આ શ્વાનો માટે રસીકરણ, ખસીકરણની કામગીરી કરવા માટે ખાસ જોગવાઇ કરવામાં આવશે. ૧૨. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટઃ આ વર્ષમાં મહાનગરપાલિકાની વેસ્ટ પ્રોરોસીંગ સાઇડ-ઉપર નવી સી.એન્ડ ડી. (બાંધકામ વેસ્ટ) માટે પ્રોસેસીંગ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે અને બાંધકામને લગતા વેસ્ટનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે પ્લાન્ટ શરુ કરવાનું આયોજન કરવામાં આવશે. ૧૩. આઉટગ્રોથ વિસ્તારનો વિકાસઃ શહેરમાં નવા ભળેલ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ પુરી પાડવા માટે જોગવાઇ રાખવામાં આવેલ છે.૧૪. નાગરિક કેન્દ્રિત સુશાસનઃ મહાનગરપાલિકાની નવી ઓફીસ મોર્ડન સિવીક સેન્ટર સાથે રાજય સરકારશ્રીની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ.૨૫.૦૦ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ વર્ષમાં ગાંધીધામ મહાનગરપાલિકા દવારા એડવર્ટાઈઝમેન્ટ પોલિસી અને ઝ્રશ્ડ્ઢ વેસ્ટ પોલિસી જાહેર કરવામાં આવશે. ડિજિટલ ગવર્નન્સ દ્વારા સેવાઓનું સુદ્રઢિકરણ કરવામાં આવશે. ઉપરોક્ત જણાવેલ હકીકત વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં કરવામાં આવેલ મહત્વપૂર્ણ પહેલ અને વિકાસ કાર્યોનો સંક્ષિપ્ત ઉલ્લેખ માત્ર છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાગી વિકાસ માટે અન્ય વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ પણ હાથ ધરવામાં આવનાર છે.

Comments