ગાંધીધામમાં ૧૦ કરોડની લોન અપાવી આપવાનું કહી અમદાવાદના શખ્સોએ રપ લાખ પડાવી લીધા
ગાંધીધામ - કચ્છ ઉદય : અહીં ધંધા માટે ૧૦ કરોડની લોન અપાવી આપવાનું કહી અમદાવાદના શખ્સોએ રપ લાખ પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદી ગાંધીધામમાં રહેતા અશ્વિનસિંહ સુરસિંહ સોઢાએ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આ બનાવ ૧/૧/ર૦ર૪ થી આજદિન સુધી બન્યો હતો. ફરિયાદીની ટ્રેડિંગ કંપની એસએસ એન્ટપ્રાઈઝ માટે ૧૦ કરોડની લોન કરાવી દેવાનો ભરોસો આપી ફરિયાદી પાસેથી આરોપીઓએ લોનના કમીશન અને ચાર્જ પેટે ર૭ લાખ રૂપિયા લઈ લીધા. આ રૂપિયા બેંક મારફતે એનઈએફટી કરાવવામાં આવ્યા હતા. રૂપિયા લઈ લીધા પછી લોન કરાવી આપી ન હતી. ફરિયાદીએ રૂપિયા માંગતા બે લાખ મળ્યા હતા પરંતુ રપ લાખ પરત મળ્યા નથી. જેથી અમદાવાદના પાલડીમાં રહેતા કલ્પેશસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, અંકિતા કલ્પેશસિંહ ઝાલા તેમજ નવરંગપુરાના દિલીપ મક્વાણા સામે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments