Trending News
સ્થાનિક સમાચાર

ખનીજ માફિયાઓ પર ત્રાટકી ફ્લાઈંગ સ્ક્વોર્ડ; બે દિવસમાં ૧.૮૦ કરોડનો મુદ્દામાલ સીઝ

18 March

કચ્છ કલેક્ટર ડો. આનંદ પટેલ-ખાણખનિજના શ્રી શાહની ટીમનો સપાટો



ગાંધીધામ : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. માનનીય કલેક્ટર  ડો. આનંદ પટેલ તથા ફલાઈંગ સ્કવોર્ડ ખાણખનિજ ભુજના શ્રી મેહુલ શાહના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ કચ્છની ફ્લાઈંગ સ્ક્વોર્ડ તપાસ ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં સપાટો બોલાવી કુલ ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કલેક્ટર શ્રીની આ આક્રમક વ્યૂહરચના અને 
પારદર્શક કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.આ બાબતે સત્તાવાર રીતે જાહેર કરવામા આવેલી યાદી મુજબ ભચાઉ અને મુંદ્રામાં દરોડા પાડી અને  ૦૭ ડમ્પરો ઝડપાયા છે.  ગઈકાલે રાત્રિ દરમિયાન ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમે ભચાઉ તાલુકાના લાકડીયા પાસે તપાસ હાથ ધરી હતી. જેમાં રોયલ્ટી પાસ વિના બિનઅધિકૃત રીતે ખનીજ વહન કરતા ૦૬ ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ૦૨ ડમ્પર સાદી રેતી,૦૨ ડમ્પર ચાઈનાક્લે,૦૧ ડમ્પર સાદી માટી,૦૧ ડમ્પર લિગ્નાઈટ પરિવહન કરવામાં આવતા ઝડપાયુ હતુ. આ તમામ વાહનોને સીઝ કરી લાકડીયા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત, મુંદ્રા સિટીના ભુખી નદી વિસ્તારમાં સાદી રેતીનું ગેરકાયદે ખનન અને વહન કરતું ૦૧ ડમ્પર ઝડપી મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યું છે.
એટલુ માત્ર જ નહી આ પહેલા ખાવડામાં ઓવરલોડ મોરમ સામે કાર્યવાહી કરવમાં આવી છે. તા. ૧૭/૦૩/૨૦૨૬ના રોજ ટીમે ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. અહીં મોરમ ખનીજનું ઓવરલોડ વહન કરતા ૦૨ ડમ્પરોને પકડી પાડી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યા હતા.નોધનયી છે કે, ખાણમાફીયાઓ સામે કલેકટર શ્રી આનંદ પટેલ દ્વારા ખનીજ ચોરી રોકવા માટે લેવામાં આવેલા કડક વલણને પગલે તંત્ર સક્રિય બન્યું છે. તેમની કુશળ દેખરેખ હેઠળ ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકો દ્વારા પણ કલેક્ટર શ્રીની આ સખત અને નિષ્પક્ષ કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.

 

Comments

COMMENT / REPLY FROM